7 જૂનના સમાચાર News

NCPએ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપવા વ્હીપ જાહેર કર્યો, કાંધલ જાડેજાના વોટ પર સૌની નજર
Jun 7,2020, 16:01 PM IST
અમદાવાદમા એક જ બેંકના 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ખૂલી જતા લોકોમાંથી જાણે કોરોનાના કહેર દૂર થઈ ગયો હોય તેવી રીતે બધુ ધમધમતુ થઈ ગયું છે. તેમાં પણ એવી જરૂરિયાતમંદ ઓફિસો જ્યાં લોકડાઉન બાદ લોકોની અવરજવર વધી ગઈ છે, તે કોરોનાના હોટસ્પોટ બનીને ઉભરી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનો કહેર બેંક કર્મચારીઓ પર ઉતર્યો છે. શાકભાજીવાળા અને વેપારીઓ બાદ હવે બેંક કર્મકારીઓ સુપરસ્પ્રેડર બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. અમદાવાદમાં એક જ બેંકના 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેંક ઓફ બરોડા (bank of baroda) ની વટવા બ્રાન્ચના 17 માંથી 12 કર્મચારી પોઝિટિવ નીકળ્યા છે. ત્યારે બેંકની બ્રાન્ચને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે.
Jun 7,2020, 15:15 PM IST
Triple x-2 વિવાદ, સુરતમાં એક્તા કપૂરના ફોટોનું દહન કરાયું
સુરતમાં બોલિવુડની ફેમસ ડાયરેક્ટર એકતા કપૂરના ફોટાનું દહન કરાયું છે. લિંબાયતના નીલગીરી સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં સાંઇલીલા ગ્રુપ દ્વારા એકતાના ફોટાનું દહન કરાયું હતું. વેબ સીરિઝમાં આર્મીનું અપમાન કરવાનો આરોપ અને આર્મીને લઈને આપત્તિજનક સીન ફિલ્માવાતા એક્તા કપૂર (Ekta Kapoor) હાલ વિવાદમાં છે. તેમજ વેબસીરિઝમાં સેનાના જવાનોની પત્નીઓને પણ ખોટી રીતે દર્શાવીને અપમાન કરવામાં આવ્યું છે. આ વેબસીરિઝ પર અશ્લીલતા ફેલાવવાનો, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ છે. ત્યારે રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નના અપમાન બદલ દેશભરમાં એકતા કપૂરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એકતા કપૂરના પૂતળાનું દહન કરીને કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે. 
Jun 7,2020, 14:42 PM IST
ઈસ્કોન મંદિરમાં 25 ભક્તોને પ્રવેશ, જલારામ મંદિરમાં 60 ઉપરના અને 10 નીચેનાને પ્રવેશ ન
અનલોક 1માં આવતીકાલથી રેસ્ટોરન્ટ મંદિર અને મોલ ધમધમશે. સાથે જ આવતીકાલથી ધાર્મિક સ્થળો સરકારની ગાઇડલાન મુજબ મંદિરો ખૂલશે. જેમાં અમદાવાદના ઇસ્કોન મંદિરમાં સરકારની ગાઇડલાનના નિયમો માટે તૈયારી કરાઈ રહી છે. બે મહિનાથી વધુ દિવસથી તમામ મંદિરો બંધ હતા. જેથી ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ ના થાય માટે તે માટે ટોકન આપવામાં આવશે. 25 લોકોને આગળના ગેટથી અને 25 લોકો પાછળના ગેટથી પ્રવેશ આપવામાં આવશે. સાથે જ માસ્ક સેનેટાઇઝર અને ભક્તોના શરીરનું તાપમાન પણ માપવામાં આવશે. ત્યાર બાદ ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે. સાથે જ મંદિરમાં બેરીકેટ દોરી બાંધી કરવામાં આવી છે, જેથી ભક્તો ભગવાનની નજીક ન જઇ શકે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ માટે રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે. તો મંદિરમાં આવતીકાલથી ખીચડીનો પ્રસાદ આપવામાં નહિ આવે. કોરોના સંક્રમન ના વધે નહી તેવી તકેદારી પણ મંદિરોમાં રખાશે.
Jun 7,2020, 13:24 PM IST
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય જે રિસોર્ટમાં રોકાયા તેના સામે ફરિયાદ, અમિત ચાવડાએ આપ્
પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલથી ઝોનવાઈઝ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 19 ધારાસભ્યો રાજકોટની નીલસિટી રિસોર્ટમાં એકઠા થયા હતા. ત્યારે લોકડાઉનના ભંગને પગલે નીલસિટી રિસોર્ટના માલિક, મેનેજર વિરુદ્ધ જાહેરનામાની ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉનમાં હજી આવતીકાલથ રેસ્ટોરન્ટ્સ અને હોટલ ખૂલવાના છે. તેઓને ખોલવાના હજી સુધી પરમિશન મળી નથી. આવામાં રિસોર્સ સામે કલમ 188 અને 135 મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છે. ત્યારે આ ફરિયાદને પગલે કોંગ્રેસ તરફથી આજે રિએક્શન સામે આવ્યું છે. 
Jun 7,2020, 12:46 PM IST
ગુજરાતમાં આવતીકાલથી ખૂલશે હોટલ-રેસ્ટોરા, મોલમાં 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત
કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી આખુ ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી બધુ ધમધમતુ થયું છે. હવે આવતીકાલે 8 જૂને અનલોકનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. 8 જૂનથી ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા (Unlock1) જઈ રહ્યાં છે. સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખોલવાની પરમિશન આપી દેવાઈ છે. જોકે, આ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેનુ પાલન કરીને જ આ તમામ બાબતો ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આવતીકાલથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોલમાં જનારા લોકોને ટેમ્પરેચર સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માસ્ક વગર કોઈ પણ વ્યક્તિને આ સ્થળોએ પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતુ પાલન કરવું પડશે. 
Jun 7,2020, 12:12 PM IST
83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા
કોરોના વાયરસ (Coronavirus) માં થયેલ લોકડાઉન બાદ સરકારે દેશભરમાં અનલોકની પ્રોસેસ શરૂ કરી દીધી છે. 1 જૂનથી લોકોએ પોતાના ઘરોથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. સરકારી ઓફિસોમાં કામકાજ શરૂ થઈ ગયુ છે. આવામાં આજે તેલ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. દેશની રાજધાની સહિત અનેક મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 52 પૈસાથી લઈને 60 પૈસાનો વધારો થયો છે. 83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ પેટ્રોલમાં 58 પૈસા (Petrol Price) તો ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 67.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો નવો ભાવ 65.82 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ક્રુડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે વધારેલી એક્સાઈઝ ડ્યુટીના કારણે ભાવ ઘટી નથી રહ્યા. 
Jun 7,2020, 11:15 AM IST
2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતું ગયું, લિસ્ટ માંડીએ તો લાંબુલચક છે
રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા જ કોંગ્રેસ તૂટી છે. સડસડાટ આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસ (Gujarat congress) ના ધારાસભ્યો એકબીજાને શંકાની નજરેથી જોવા લાગ્યા છે. હવે કોણ ફૂટશે તેવી અંદરખાને કાનાફૂસી થઈ ગઈ છે. કોંગ્રેસ તૂટવાની વાત કરીએ તો, ગુજરાતમાં 2017ની ચૂંટણી બાદ અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. લિસ્ટ ગણીએ તો લાંબુલચક છે, જે બતાવે છે કે કોંગ્રેસનું મોવડી મંડળ પોતાના ધારાસભ્યોને સાચવવામાં અસફળ રહ્યું છે. જેનો લાભ ભાજપ લઈ જાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આંતરિક વિખવાદને કારણે જ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતુ ગયું અને 65ના સંખ્યાબળ પર આવીને ઉભું રહી ગયું છે.  
Jun 7,2020, 8:37 AM IST

Trending news