બોલિવુડની ફેમસ એક્ટ્રેસની આ નાનકડી દીકરી શીખી રહી છે ઘોડેસવારી

સની લિયોનીની દીકરી નિશા આજકાલ ધોડેસવારીની તાલીમ લઈ રહી છે. તો દીકરીની આ આવડતને જોઈને સની લિયોનીને બહુ જ ગર્વ અનુભવાઈ રહ્યું છે. સની (Sunny Leone) એ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની દીકરી નિશા (Nisha) ઘોડેસવારી કરતી દેખાઈ રહી છે. તસવીરમાં ચાર વર્ષની દીકરી નિશાના ચહેરા પર માસ્ક લગાવાયેલો છે અને તે ઘોડા પર ડર્યા વગર બેસેલી દેખાઈ રહી છે. 
બોલિવુડની ફેમસ એક્ટ્રેસની આ નાનકડી દીકરી શીખી રહી છે ઘોડેસવારી

ઝી મીડિયા/બ્યૂરો :સની લિયોનીની દીકરી નિશા આજકાલ ધોડેસવારીની તાલીમ લઈ રહી છે. તો દીકરીની આ આવડતને જોઈને સની લિયોનીને બહુ જ ગર્વ અનુભવાઈ રહ્યું છે. સની (Sunny Leone) એ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની દીકરી નિશા (Nisha) ઘોડેસવારી કરતી દેખાઈ રહી છે. તસવીરમાં ચાર વર્ષની દીકરી નિશાના ચહેરા પર માસ્ક લગાવાયેલો છે અને તે ઘોડા પર ડર્યા વગર બેસેલી દેખાઈ રહી છે. 

સનીએ એક કેપ્શનમાં લખ્યું કે, મારી નાનકડી દીકરી નિશાને હું ઘોડેસવારી ટ્રેનિંગમાં લઈ ગઈ હતી. હવે ત્યાં તે પારંગત દેખાઈ રહી છે. બહુ જ ખૂબ નિશા.... મને તારા પર ગર્વ છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

સની લિયોની હાલ લોસ એન્જેલસમાં છે. પોતાના પતિ ડેનિયલ વેબર અને ત્રણ બાળકો સાથે તે હાલમાં જ મુંબઈથી અમેરિકા જવા માટે રવાના થઈ હતી. કેમ કે, તેને લાગ છે કોવિડ-19ની મહામારી દરમિયાન તે ભારતની સરખામણીમાં અમેરિકામાં વધુ સલામત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news