અમદાવાદમા એક જ બેંકના 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ખૂલી જતા લોકોમાંથી જાણે કોરોનાના કહેર દૂર થઈ ગયો હોય તેવી રીતે બધુ ધમધમતુ થઈ ગયું છે. તેમાં પણ એવી જરૂરિયાતમંદ ઓફિસો જ્યાં લોકડાઉન બાદ લોકોની અવરજવર વધી ગઈ છે, તે કોરોનાના હોટસ્પોટ બનીને ઉભરી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનો કહેર બેંક કર્મચારીઓ પર ઉતર્યો છે. શાકભાજીવાળા અને વેપારીઓ બાદ હવે બેંક કર્મકારીઓ સુપરસ્પ્રેડર બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. અમદાવાદમાં એક જ બેંકના 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેંક ઓફ બરોડા (bank of baroda) ની વટવા બ્રાન્ચના 17 માંથી 12 કર્મચારી પોઝિટિવ નીકળ્યા છે. ત્યારે બેંકની બ્રાન્ચને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે.
અમદાવાદમા એક જ બેંકના 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગૌરવ પટેલ/અમદાવાદ :સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ખૂલી જતા લોકોમાંથી જાણે કોરોનાના કહેર દૂર થઈ ગયો હોય તેવી રીતે બધુ ધમધમતુ થઈ ગયું છે. તેમાં પણ એવી જરૂરિયાતમંદ ઓફિસો જ્યાં લોકડાઉન બાદ લોકોની અવરજવર વધી ગઈ છે, તે કોરોનાના હોટસ્પોટ બનીને ઉભરી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનો કહેર બેંક કર્મચારીઓ પર ઉતર્યો છે. શાકભાજીવાળા અને વેપારીઓ બાદ હવે બેંક કર્મકારીઓ સુપરસ્પ્રેડર બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. અમદાવાદમાં એક જ બેંકના 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેંક ઓફ બરોડા (bank of baroda) ની વટવા બ્રાન્ચના 17 માંથી 12 કર્મચારી પોઝિટિવ નીકળ્યા છે. ત્યારે બેંકની બ્રાન્ચને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે.

ઈસ્કોન મંદિરમાં 25 ભક્તોને પ્રવેશ, જલારામ મંદિરમાં 60 ઉપરના અને 10 નીચેનાને પ્રવેશ નહિ

બેંકના મેનેજર બી.એ સીસોદીયા પણ કોરોના ગ્રસ્ત બન્યા છે. આ સિવાય 11 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 

કર્મચારીઓના નામ

  • બી.એ સીસોદીયા (બ્રાન્ચ મેનેજર)
  • હિરલ સોલંકી
  • હાર્દિક પરમાર
  • સૌરભ કુમાર
  • કૃતિકા સિંઘ
  • બિકાસ સાહો
  • સત્યેન્દ્ર કુમાર
  • પ્રફુલ ખરાડી
  • અમોગ વર્ધન
  • રમેશ કોષ્ટિ
  • વિક્ટર પરમાર
  • હર્ષદ પટેલ 

અમદાવાદ : મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલા જ રિપેર કરેલો રોડ દબાઈ ગયો, અનાજથી ભરેલી ટ્રક પલટી 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સમગ્ર રાજ્યમાં 498 નવા કેસ નોંધાયા છે. જેમાં 289 કેસ અમદાવાદના છે. અમદાવાદમાં માટે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુદર સમગ્ર દેશમાં સૌથી વધુ છે. ગઈકાલે કુલ 210 લોકો રિકવર થયા છે. પણ બીજી તરફ, અમદાવાદમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news