ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
Diabetes Medicine: ડાયાબિટીસની સારવાર માટે વિકસાવવામાં આવેલી દવા હવે કિડનીને સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થઈ રહી છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ દવાઓ વજન ઘટાડવામાં અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરવાની સાથે-સાથે કિડની સંબંધિત બીમારીઓને પણ ઘટાડે છે.
Trending Photos
Diabetes Medicine: ડાયાબિટીસની સારવાર માટે વિકસાવવામાં આવેલી ગ્લૂકાગન-લાઈક પેપ્ટાઈડ-1 (GLP-1) રિસેપ્ટર એગોનિસ્ટ્સ દવાઓ હવે કિડનીને સુરક્ષિત કરવામાં અસરકારક સાબિત થઈ રહી છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ દવાઓ વજન ઘટાડવામાં અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરવાની સાથે-સાથે કિડની સંબંધિત બીમારીઓને પણ ઘટાડે છે. આ શોધ ભારતીય મૂળના પ્રોફેસર સુનિલ બડવેના નેતૃત્વમાં કરવામાં આવી છે. આ રિસર્ચ પ્રદ લાન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત થયું છે.
GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સનું મુખ્ય કામ બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું છે. આ દવાઓ ઇન્સ્યુલિનનું ઉત્પાદનને વધારે છે અને બ્લડ સુગરનું લેવર ઘટાડે છે. આ સાથે જ આ દવાઓ પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, જેના કારણે ભૂખ ઓછી કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
કિડની પર કેવી અસર કરે છે આ દવાઓ?
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સનો ઉપયોગ કરતા દર્દીઓમાં કિડનીની ફેલ થવાનું જોખમ 16% ઓછું થાય છે. આ ઉપરાંત કિડનીના કામને માપવાવાળા ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ પણ 22% સુધી ધીમી ગતિથી ઘટે છે. એકંદરે આ દવાઓએ કિડની ફેલિયર, કિડનીના કાર્યમાં ઘટાડો અને કિડની રોગથી મૃત્યુ થવાનું જોખમ 19% ઘટાડ્યું છે.
રિસર્ચમાં કયા GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટસનો સમાવેશ કરાયો હતો?
રિસર્ચમાં સેમાગ્લુટાઈડ (Ozempic, Wegovy), ડુલાગ્લુટાઈડ (Trulicity) અને લીરાગ્લુટાઈડ (Victoza) જેવા સાત અલગ-અલગ GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ 11 મોટા પાયે કરવામાં આવેલ ક્લિનિકલ ટ્રાયલ્સમાં 85,373 લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 67,769 લોકોને ટાઇપ-2 ડાયાબિટીસ હતી, જ્યારે 17,604 લોકો ઓવરવેટ અથવા મોટાપાથી ગ્રસ્ત હતા, પરંતુ તેમને ડાયાબિટીસ ન હતી.
ક્રોનિક કિડની ડિઝીઝ માટે નવી ઉમ્મીદ
સંશોધકોના મતે ક્રોનિક કિડની ડિઝીઝ એ એક પ્રોગ્રેસિવ બીમારી છે, જે ધીમે-ધીમે કિડની ફેલિયર તરફ લઈ જાય છે અને દર્દીને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. આ બીમારીનો સીધો સંબંધ અકાળ મૃત્યુ, ખાસ કરીને હૃદય રોગ સાથે છે. GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સ આ સમસ્યાઓ ઘટાડી શકે છે અને દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.
દર્દીઓ અને ડોકટરો માટે શું ખાસ છે?
પ્રોફેસર સુનિલ બડવેએ જણાવ્યું કે, GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સની આ અસર તે દર્દીઓ માટે ઉમ્મીદનું કિરણ છે જે ક્રોનિક કિડની ડિઝીઝથી પીડિત છે. આ દવાઓ માત્ર ડાયાબિટીસ અને મોટાપાની સારવાર કરતી નથી પણ કિડનીના કાર્યમાં પણ સુધારો કરે છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે