83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

કોરોના વાયરસ (Coronavirus) માં થયેલ લોકડાઉન બાદ સરકારે દેશભરમાં અનલોકની પ્રોસેસ શરૂ કરી દીધી છે. 1 જૂનથી લોકોએ પોતાના ઘરોથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. સરકારી ઓફિસોમાં કામકાજ શરૂ થઈ ગયુ છે. આવામાં આજે તેલ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. દેશની રાજધાની સહિત અનેક મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 52 પૈસાથી લઈને 60 પૈસાનો વધારો થયો છે. 83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ પેટ્રોલમાં 58 પૈસા (Petrol Price) તો ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 67.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો નવો ભાવ 65.82 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ક્રુડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે વધારેલી એક્સાઈઝ ડ્યુટીના કારણે ભાવ ઘટી નથી રહ્યા. 
83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) માં થયેલ લોકડાઉન બાદ સરકારે દેશભરમાં અનલોકની પ્રોસેસ શરૂ કરી દીધી છે. 1 જૂનથી લોકોએ પોતાના ઘરોથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. સરકારી ઓફિસોમાં કામકાજ શરૂ થઈ ગયુ છે. આવામાં આજે તેલ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. દેશની રાજધાની સહિત અનેક મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 52 પૈસાથી લઈને 60 પૈસાનો વધારો થયો છે. 83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ પેટ્રોલમાં 58 પૈસા (Petrol Price) તો ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 67.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો નવો ભાવ 65.82 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ક્રુડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે વધારેલી એક્સાઈઝ ડ્યુટીના કારણે ભાવ ઘટી નથી રહ્યા. 

અમદાવાદ : મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલા જ રિપેર કરેલો રોડ દબાઈ ગયો, અનાજથી ભરેલી ટ્રક પલટી 

રોજ 6 વાગ્યે બદલાય છે કિંમત
ઉલ્લેખનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતો રહે છે. સવારે 6 વાગ્યાથી જ નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ ડબલ થઈ જાય છે. 

આવી રીતે ચેક કરો લેટેસ્ટ કિંમત
પેટ્રોલ ડીઝલના રોજના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકશો (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તો એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને  9222201122 નંબર પર મોકલીને ભાવ માલૂમ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news