રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય જે રિસોર્ટમાં રોકાયા તેના સામે ફરિયાદ, અમિત ચાવડાએ આપ્યું નિવેદન

પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલથી ઝોનવાઈઝ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 19 ધારાસભ્યો રાજકોટની નીલસિટી રિસોર્ટમાં એકઠા થયા હતા. ત્યારે લોકડાઉનના ભંગને પગલે નીલસિટી રિસોર્ટના માલિક, મેનેજર વિરુદ્ધ જાહેરનામાની ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉનમાં હજી આવતીકાલથ રેસ્ટોરન્ટ્સ અને હોટલ ખૂલવાના છે. તેઓને ખોલવાના હજી સુધી પરમિશન મળી નથી. આવામાં રિસોર્સ સામે કલમ 188 અને 135 મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છે. ત્યારે આ ફરિયાદને પગલે કોંગ્રેસ તરફથી આજે રિએક્શન સામે આવ્યું છે. 
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય જે રિસોર્ટમાં રોકાયા તેના સામે ફરિયાદ, અમિત ચાવડાએ આપ્યું નિવેદન

અતુલ તિવારી/અમદાવાદ :પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલથી ઝોનવાઈઝ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 19 ધારાસભ્યો રાજકોટની નીલસિટી રિસોર્ટમાં એકઠા થયા હતા. ત્યારે લોકડાઉનના ભંગને પગલે નીલસિટી રિસોર્ટના માલિક, મેનેજર વિરુદ્ધ જાહેરનામાની ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉનમાં હજી આવતીકાલથ રેસ્ટોરન્ટ્સ અને હોટલ ખૂલવાના છે. તેઓને ખોલવાના હજી સુધી પરમિશન મળી નથી. આવામાં રિસોર્સ સામે કલમ 188 અને 135 મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છે. ત્યારે આ ફરિયાદને પગલે કોંગ્રેસ તરફથી આજે રિએક્શન સામે આવ્યું છે. 

83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રિસોર્ટ સામે ફરિયાદ મામલે કહ્યું કે, ગુજરાતમાં હંમેશા નાગરિકો સરકાર સામે અવાજ ઉઠાવે ત્યારે સરકાર પોલીસનો ઉપયોગ કરી લોકોને ડરાવે ધમકાવે છે. એક મિટિંગ માટે કોંગ્રેસના ધારાસભ્ય ભેગા થાય ત્યારે લોકોને ડરાવે તે યોગ્ય નથી. નમસ્તે ટ્રમ્પ બાદ આપણે તમામને એકઠા કર્યા. આજે ટ્રમ્પ એ કહ્યું કે ભારતમાં ટેસ્ટિંગ વધારવામાં આવે તો કેસો વધારે સામે આવશે. ટ્રમ્પ પણ સ્વીકારે છે કે ટેસ્ટિંગ ઘટાડી આંકડા છુપાવવામાં આવે છે. ગુજરાતમાં પરિસ્થિતિ હાથથી સરકી રહી છે, who એ કહ્યું છે કે કેસો ભારતમાં વધશે. ચૂંટણી પંચે નિર્ણય લીધો છે ત્યારે ચૂંટણી જીતવા આખું બજેટ લઈને નીકળ્યા છે, ત્યારે લોકડાઉનમાં લોકો ઘરમાં રહ્યા, આર્થિક નુકસાન થયું. કેસો ઘટ્યા નથી. તમામ દેશમાં કેસો ઘટ્યા આપણા ત્યાં કેસો વધ્યા છે, સરકાર નિષ્ફળ છે. 

તેમણે ભાજપ પર આરોપ મૂકતા કહ્યું કે, ભાજપના બે ધારાસભ્ય ક્વોરેન્ટાઈન છે, મહામારીમાં કોરોના પોઝિટિવ આવે તો ગાઈડલાઈન મુજબ કાર્ય કરવું પડે. ચૂંટણી પંચમા પ્રોક્સી મતની હાલ જોગવાઈ નથી, નવી ગાઈડલાઈન બહાર પાડે તો કંઈક થઈ શકે. કોરોના હોય તેવા ધારાસભ્યોને ppe કીટ પહેરાવીને મત અપાવી શકાય. પ્રજા પક્ષના સિમ્બોલ જોઈને નેતાને ચૂંટતી હોય છે, હાલ આપણી ગરિમાને લાંછન લાગી રહ્યું છે. ભ્રષ્ટાચારના ભેગા કરેલા પૈસાથી ખરીદી બંધ થવી જોઈએ. વ્યક્તિગત લાભ કે લાલસા માટે આ પ્રકારનો દ્રોહ સ્વીકાર્ય નથી. પક્ષાતાર ધારામાં ફેરબદલનો પ્રયત્ન કરીશું. 

‘હવે બોલશે ગુજરાત, સાંભળશે ગુજરાત’ કાર્યક્રમ અંગે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર ઘરમાં બેઠી, લોકો મરતા રહ્યા. લોકડાઉન પછી અનલોક જાહેર થયું. આર્થિક પાયમાલી થઈ તેના માટે સરકાર પાડે કોઈ નક્કર પ્લાન નથી. ગુજરાતનો મધ્યમ વર્ગને જે તકલીફ છે તેને ઉજાગર કરવાનો કાર્યક્રમ છે. મિલકત અને ટેક્સ વેરો, સ્કૂલ ફી માફી અને ઇલેક્ટ્રિસિટી બીલમાં માફી મળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news