Triple x-2 વિવાદ, સુરતમાં એક્તા કપૂરના ફોટોનું દહન કરાયું

સુરતમાં બોલિવુડની ફેમસ ડાયરેક્ટર એકતા કપૂરના ફોટાનું દહન કરાયું છે. લિંબાયતના નીલગીરી સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં સાંઇલીલા ગ્રુપ દ્વારા એકતાના ફોટાનું દહન કરાયું હતું. વેબ સીરિઝમાં આર્મીનું અપમાન કરવાનો આરોપ અને આર્મીને લઈને આપત્તિજનક સીન ફિલ્માવાતા એક્તા કપૂર (Ekta Kapoor) હાલ વિવાદમાં છે. તેમજ વેબસીરિઝમાં સેનાના જવાનોની પત્નીઓને પણ ખોટી રીતે દર્શાવીને અપમાન કરવામાં આવ્યું છે. આ વેબસીરિઝ પર અશ્લીલતા ફેલાવવાનો, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ છે. ત્યારે રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નના અપમાન બદલ દેશભરમાં એકતા કપૂરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એકતા કપૂરના પૂતળાનું દહન કરીને કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે. 
Triple x-2 વિવાદ, સુરતમાં એક્તા કપૂરના ફોટોનું દહન કરાયું

તેજશ મોદી/સુરત :સુરતમાં બોલિવુડની ફેમસ ડાયરેક્ટર એકતા કપૂરના ફોટાનું દહન કરાયું છે. લિંબાયતના નીલગીરી સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં સાંઇલીલા ગ્રુપ દ્વારા એકતાના ફોટાનું દહન કરાયું હતું. વેબ સીરિઝમાં આર્મીનું અપમાન કરવાનો આરોપ અને આર્મીને લઈને આપત્તિજનક સીન ફિલ્માવાતા એક્તા કપૂર (Ekta Kapoor) હાલ વિવાદમાં છે. તેમજ વેબસીરિઝમાં સેનાના જવાનોની પત્નીઓને પણ ખોટી રીતે દર્શાવીને અપમાન કરવામાં આવ્યું છે. આ વેબસીરિઝ પર અશ્લીલતા ફેલાવવાનો, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ છે. ત્યારે રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નના અપમાન બદલ દેશભરમાં એકતા કપૂરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એકતા કપૂરના પૂતળાનું દહન કરીને કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે. 

ઈસ્કોન મંદિરમાં 25 ભક્તોને પ્રવેશ, જલારામ મંદિરમાં 60 ઉપરના અને 10 નીચેનાને પ્રવેશ નહિ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ 'ટ્રિપલ એક્સ -2' આર્મીને કારણે વિવાદમાં આવી છે.  'ટ્રિપલ એક્સ -2' સૈન્યના જવાનોના જીવન પર આધારિત છે અને આ વેબ સિરીઝ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં 'ટ્રિપલ એક્સ -2' અંગે કેટલાક ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. આ વેબ સિરીઝના નિર્માતા અને દિગ્દર્શકો દ્વારા બતાવાયું છે કે જ્યારે સૈન્યના જવાનો સરહદો પર સેવા આપે છે, ત્યારે તેમની પત્નીઓ ઘરે અન્ય પુરુષો સાથે સંબંધ બનાવે છે.

અમદાવાદ : મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલા જ રિપેર કરેલો રોડ દબાઈ ગયો, અનાજથી ભરેલી ટ્રક પલટી 

શહીદ કલ્યાણ ફાઉન્ડેશન (Martyrs Welfare Foundation)ના અધ્યક્ષ મેજર ટી.સી. રાવે કહ્યું કે, સૈન્યના જવાન દેશ માટે પોતાનો જીવનું બલિદાન આપે છે. પરંતુ આ વેબ સિરીઝના નિર્માતા અને દિગ્દર્શક તે બતાવવામાં આવે છે કે જ્યારે સૈન્યના જવાનો સરહદો પર સેવા આપે છે, ત્યારે તેમની પત્નીઓ ઘરે અન્ય પુરુષો સાથે સંબંધ બનાવે છે. આ અત્યંત વાંધાજનક છે અને તે આપણા સશસ્ત્ર દળોનું મનોબળ નબળું પાડી શકે છે. 'ટ્રિપલ એક્સ -2' માં એવા દ્રશ્યો પણ છે, જેમાં લશ્કરી પુરુષોના ગણવેશમાં અશોકની પ્રતિમા અને તાજનું પ્રતીક ફાટેલું છે. આ આપણા સશસ્ત્ર દળો અને લશ્કરી જવાનોનું અપમાન છે. તે જ સમયે, શહીદ કલ્યાણ ફાઉન્ડેશનના અન્ય સભ્ય, મેજર એસ.એન. રાવે કહ્યું, 'હરિયાણા જેવા
રાજ્યમાં 3.70 લાખથી વધુ સૈન્ય જવાનોની રજૂઆત છે. આ તેમનું અને આપણા જેવા પૂર્વ સૈનિકોનું અપમાન છે. જો એકતા કપૂર વેબ સિરીઝમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર નહીં કરે, તો અમે અમારા આંદોલનને વધુ તીવ્ર બનાવીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news