દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :દિલ્હીની નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા સેંકડો લોકોએ અનેક લોકોને ચેપ લગાવ્યો છે. ત્યારે વડોદરામાં આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી મરકઝ મળી હોવાનો પર્દાફાશ થયો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા વિસ્તારના સૈયદપુરામાં તબલિગી મરકજ (tablighi jamaat) મળી હતી. જેમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 3 જમાતના 22 લોકો વડોદરા આવ્યા હતા. આંધ્રપ્રદેશની જમાતના 7 લોકો આજે પણ છે. તો વડોદરા (vadodara) ની 6 જમાત શહેર બહાર ગઈ હતી. 6 જમાતના 77 લોકો મરકજ માટે બહાર ગયા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે.
ફિરોઝ પઠાણને અમદાવાદના દાણીલીમડાથી ચેપ લાગ્યો હોવાનો ખુલાસો
નાગરવાડા હાલ વડોદરામાં કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. જેમાંથી સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નીકળ્યા છે. આવામાં જો આ વિસ્તારમાં જમાત મળી હોય તો વધુ લોકો તેનો શિકાર થયા હોય તેવો અંદાજ લગાવી શકાય. તો વડોદરામાં કોરોના વાયરસને લઈ અન્ય મોટા સમાચાર એવા છે કે, નાગરવાડાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી 54 વર્ષના ફિરોઝ પઠાણને અમદાવાદના દાણીલીમડાથી ચેપ લાગ્યો હોવાનો ખુલાસો થયો છે. ફિરોઝ દાણીલીમડામાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો હતો. ફિરોઝના મોબાઈલ લોકેશનના આધારે પોલીસે માહિતી મેળવી છે. ફિરોઝના કારણે જે નાગરવાડા કોરોના માટેનું હોટ સ્પોટ બન્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી
વડોદરામાં લોકડાઉનના ભંગને લઈ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચએ કડક કાર્યવાહી કરી છે. ડ્રોન કેમેરાના આધારે 8 ગુના દાખલ કરી 10 લોકોની ધરપકડ કરી છે. વોટ્સએપના આધારે 14 ગુના દાખલ કરી 21 આરોપીની ધરપકડ કરી છે. તો પેટ્રોલિંગ આધારે 16 ગુના દાખલ કરી 26 લોકોની ધરપકડ કરી છે.
ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે