Sixes Record: ક્રિકેટમાં આવી ગયો રોહિત શર્માથી મોટો 'સિક્સર કિંગ', એક વર્ષમાં પાર કરી સિક્સની સદી

Sixes Record International Cricket: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો ખેલાડી સામે આવ્યો, જેણે સિક્સના મામલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડી દીધો છે.

Sixes Record: ક્રિકેટમાં આવી ગયો રોહિત શર્માથી મોટો 'સિક્સર કિંગ', એક વર્ષમાં પાર કરી સિક્સની સદી

નવી દિલ્હીઃ Muhammad Waseem Six Record: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જયારે પણ સિક્સ ફટકારવા કે છગ્ગાના રેકોર્ડની વાત આવે તો સૌથી પહેલો વિચાર ભારતીય કેપ્ટન રોહિત શર્માનો આવે છે. વર્તમાન સમયમાં રોહિત શર્મા તે ખેલાડીઓમાં સામેલ છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છગ્ગા ફટકારવાના મામલામાં કોઈને આસપાસ આવવા દેતો નથી. જો અમે તમને કહીએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માથી મોટો સિક્સ હિટર બેટર આવી ગયો છે, તો તમે વિશ્વાસ કરશો નહીં. પરંતુ યુએઈના મુહમ્મદ વસીમે રોહિત શર્માનો રેકોર્ડ તોડી દીધો છે.

પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જેને હવે યુનાઇટેડ અરબ અમીરાતના મુહમ્મદ વસીમે પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્માનો રેકોર્ડ તોડવાની સાથે વસીમે એક એવો ખાસ રેકોર્ડ બનાવ્યો, જે અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. હકીકતમાં યુએઈના વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 100 કે તેથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 80થી વધુ સિક્સ કોઈ બેટર ફટકારી શક્યો નથી, 80 સિક્સ ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જે ધ્વસ્ત થઈ ગયો છે.

પાછલા વર્ષ એટલે કે 2023માં મુહમ્મદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 101 સિક્સ ફટકારી, જ્યારે 80 સિક્સ સાથે રોહિત શર્મા બીજા નંબર પર રહ્યો છે. વસીમ 2023માં ટી20 અને વનડે મેચ રમ્યો હતો. તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ અને વનડે મેચ રમી હતી. રોહિત શર્માએ 2023માં કોઈ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી નથી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના એક વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર

2023માં 101 સિક્સર- મુહમ્મદ વસીમ (UAE)

2023માં 80 સિક્સર- રોહિત શર્મા (ભારત)

2019માં 78 સિક્સર- રોહિત શર્મા (ભારત)

2018માં 74 સિક્સર- રોહિત શર્મા (ભારત)

2022માં 74 સિક્સર- સૂર્યકુમાર યાદવ (ભારત).

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news