પ્રશંસા કરી છતાં પણ સિરાજ થયો લાલઘુમ? હેડે કર્યો મોટો ખુલાસો, ગાવસ્કરે આપ્યો ઠપકો

Adeliade Test: એડિલેડ ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે ટ્રેવિસ હેડે સંપૂર્ણ મામલે ખુલાસો કર્યો છે. ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સિરાજને ઠપકો આપ્યો છે અને તેની હરકતોને બિનજરૂરી ગણાવી છે.

પ્રશંસા કરી છતાં પણ સિરાજ થયો લાલઘુમ? હેડે કર્યો મોટો ખુલાસો, ગાવસ્કરે આપ્યો ઠપકો

Siraj-Head Fight: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કરની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ રહી છે. આ ડે-નાઈટ પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે બોલાચારી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે ટ્રેવિસ હેડે સંપૂર્ણ મામલે ખુલાસો કર્યો છે.  ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સિરાજને ઠપકો આપ્યો છે અને તેની હરકતોને બિનજરૂરી ગણાવી છે.

હેટ અને સિરાજ વચ્ચે બોલાચાલી
મોહમ્મદ સિરાજે સેન્ચુરિયન ટ્રેવિસ હેડને આઉટ કર્યા બાદ બન્ને વચ્ચેની દલીલ પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેને ભારતીય ફાસ્ટ બોલરના વર્તન પર નિરાશા વ્યક્ત કરી હતી. જેને લઈ મહાન સુનીલ ગાવસ્કરે તેને સંપૂર્ણપણે બિનજરૂરી ગણાવ્યું હતું. હેડે 141 બોલમાં 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 157 રનની જંગી લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 82મી ઓવરમાં હેડના આઉટ થયા બાદ સિરાજ અને હેડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

શું થયું હતું?
હેડે આજના દિવસની ઈનિંગ પરી થયા બાદ 'ફોક્સ ક્રિકેટ'ને કહ્યું કે, 'મેં કહ્યું 'બોલિંગ વેલ'. પરંતુ તેમણે કંઈક બીજું વિચાર્યું અને મને બહાર જવા ઈશારો કર્યો. છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં જે રીતે વસ્તુઓ બની તેનાથી હું થોડો નિરાશ છું. તેમણે કહ્યું કે, "પરંતુ જો તેઓ તે રીતે પ્રતિક્રિયા આપવા માંગતા હોય, તો તે જ થશે અને તેઓ પોતાને તે રીતે રજૂ કરવા માંગે છે તો એવા જ રહે."

— cricket.com.au (@cricketcomau) December 7, 2024

— 7Cricket (@7Cricket) December 7, 2024

આ ઘટના ત્યારે બની જ્યારે સિરાજે હેડનો કેચ છોડી દીધો હતો, ત્યા તે 76 રન પર હતો. ત્યારબાદ તેના બોલ પર આ બેટ્સમેને સિક્સર પણ ફટકારી હતી. હૈદરાબાદના આ ખેલાડીએ તરત જ હેડને નીચો 'ફુલ ટોસ' બોલ ફેંક્યો અને બોલ્ડ કરી દીધો. જેની ખુશી મનાવતા તેને પાછા જવાનો સંકેત આપ્યો. ડ્રેસિંગ રૂમમાં જતા પહેલા હેડે કેટલાક શબ્દો કહીને પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

ગાવસ્કરે આપ્યો ઠપકો 
મહાન ખેલાડી સુનીલ ગાવસ્કર પણ સિરાજની આ પ્રતિક્રિયાથી ખુશ ન હતા. તેમણે તેને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યું. તેમણે 'સ્ટાર સ્પોર્ટ્સ'ને કહ્યું કે, 'જો તમે મને પૂછો તો તે બિનજરૂરી છે. તે ખેલાડીએ 140 રન બનાવ્યા હતા. તેમણે ચાર-પાંચ રન બનાવ્યા ન હતા. તેમણે 140 રન બનાવ્યા હતા. તમે તેને વિદાય આપી રહ્યા છો. આ સંપૂર્ણપણે બિનજરૂરી છે. ગાવસ્કરે કહ્યું કે, 'તે આશ્ચર્યજનક નથી કે ભીડ તરફથી તેની ટીકા થઈ રહી છે. ટ્રેવિસ હેડ એક સ્થાનિક હીરો છે અને જો 100 રન બનાવ્યા પછી તેના માટે માત્ર તાળીઓ વગાડવામાં આવી હોત, તો સિરાજ આખી ભીડ માટે હીરો બની ગયો હોત. તેને વિદાય આપીને તે 'વિલન' બની ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news