હોકી વર્લ્ડકપમાં આજે આર્જેન્ટીના vs સ્પેન અને ન્યૂઝીલેન્ડ vs ફ્રાન્સ ટકરાશે
હોકી વિશ્વકપના બીજા દિવસે પણ ડબલ હેડર મુકાબલા યોજાશે.
Trending Photos
ભુવનેશ્વરઃ ઓડિશાના ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં હોકી વિશ્વકપનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે બેલ્જિયમ અને કેનેડા તથા યજમાન ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. વિશ્વકપના બીજા દિવસે પણ બે મેચ રમાશે. પ્રથમ મેચમાં સાંજે પાંચ કલાકે આર્જેન્ટીના અને સ્પેન વચ્ચે ટક્કર થશે. તો બીજા મેચમાં ન્યૂઝીલેન્ડ અને ફ્રાન્સ ટકરાશે. આ મેચ સાંજે 7 કલાકે શરૂ થશે.
આર્જેન્ટીના vs સ્પેન
ઓલંમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીના જ્યારે સ્પેન સામે ટકરાશે તો તેનો ઈરાદો વિશ્વકપમાં વિજય સાથે પ્રારંભ કરવાનો રહેશે. આર્જેન્ટીના હોકી વર્લ્ડ રેન્કિંગમાં બીજા સ્થાને છે જ્યારે સ્પેન આઠમાં સ્થાને છે. તેને જોતા પ્રથમ મેચમાં આર્જેન્ટીના ફેવરિટ છે. આર્જેન્ટીનાની ટીમના કોચે આ વર્ષની શરૂઆતમાં રાજીનામું આપી દીધું હતું અને તેમના સ્થાન પર હાલના કોચ જર્મન ઓરોજકોએ પદભાર સંભાળ્યો હતો. આ સિવાય હોકી ફેડરેશન અને સીનિયર ખેલાડીઓ વચ્ચે વિવાદમાં ચર્ચામાં રહ્યાં. તેમ છતાં ટીમમાં ખૂબ અનુભવ છે.
ન્યૂઝીલેન્ડ vs ફ્રાન્સ
આ મેચમાં ન્યૂઝીલેન્ડ જીતવા માટે હોટ ફેવરિટ છે. ન્યૂઝીલેન્ડ વર્લ્ડ રેન્કિંગમાં 9માં સ્થાને છે જ્યારે ફ્રાન્સ 20માં સ્થાને છે.
પ્રથમ દિવસે ભારતે આફ્રિકાને 5-0થી હરાવ્યું
ભારતે હોકી વર્લ્ડ કપમાં શાનદાર પ્રારંભ કર્યો છે. બુધવારે તેણે પોતાના પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી પરાજય આપ્યો. વર્લ્ડ રેન્કિંગમાં પાંચમાં સ્થાને રહેલી ભારતીય ટીમ તરફથી મનદીપ સિંહ (10મી મિનિટમાં), આકાશદીપ (12મી મિનિટમાં), સિમરનજીત (43 અને 46મી મિનિટમાં) અને લલિત ઉપાધ્યાર (45મી મિનિટમાં) ગોલ કર્યા હતા.
કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 15મો રેન્ક ધરાતી નબળી દક્ષિણ આફ્રિકાની ટીમનો ગોલનું ખાતું પણ ન ખુલ્યું. હવે પૂલ-સીમાં બે ડિસેમ્બરે ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે છે.
બેલ્જિયમે ઉદ્ઘાટન મેચમાં કેનેડાને હરાવ્યું
બેલ્જિયમે 14માં હોકી વિશ્વ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. તેણે કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીના પોતાના પ્રથમ મેચમાં કેનેડાને 2-1થી હરાવી દીધું હતું. આ મેચમાં બેલ્જિયમ માટે ફેલિક્સ ડેનાયર અને કેપ્ટન થોમસ બ્રિલ્સે ગોલ કર્યો હતો. કેનેડા માટે પિયર્સને એકમાત્ર ગોલ કર્યો હતો. તેના બંન્ને ગોલ ફીલ્ડ ગોલ હતા. ગુરૂવારે (29 નવેમ્બર) આર્જેન્ટીના વિરુદ્ધ પ્લેન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફ્રાન્સની ટક્કર થશે.
વર્લ્ડ નંબર-3 બેલ્જિયમે ત્રીજી જ મિનિટમાં ફેલિક્સ ડેનાયરે ગોલ સ્કોર કરતા પોતાની ટીમનું ખાતું થોલ્યું હતું. ત્યારબાદ ઘણા સમય સુધી વર્લ્ડ નંબર-11 કેનેડાએ બેલ્જિયમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. 12મી મિનિટમાં થોમસ બ્રિલ્સે ગોલ કર્યો હતો. પરંતુ વીડિયો રેફરલ બાદ આ ગોલને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. બીજા ક્વાર્ટરની શરૂઆત બાદ 20મી મિનિટમાં બેલ્જિયમને પેનલ્ટી કોર્નર પર ગોલની તક મળી હતી, પરંતુ તે અસફળ રહી હતી. ત્યારબાદ પ્રથમ ક્વાર્ટરમાં ગોલની તકને ગુમાવનાર કેપ્ટન બ્રિલ્સે 22મી મિનિટમાં ઓર્થન વેન તરફથી મળેલા પાસને સીધો કેનેડાના ગોલ પોસ્ટમાં પહોંચાડીને બેલ્જિયમનો સ્કોર 2-0 કરી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે