હવે તો નિવૃત્તિ લેવી જ પડશે! આ 4 ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાનો દરવાજો હંમેશા માટે થઈ ગયો બંધ

ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓ એવા છે, જે જલ્દી મજબૂરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.  BCCI એ આ ચાર ખેલાડીઓના પત્તા કાપી નાખ્યા છે. ભારતના આ ચાર ખેલાડીઓનું આંતરરાષ્ટ્રીય કરિયર લગભગ ખતમ થઈ ગયું છે અને તેના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ જોવા મળી રહ્યો છે. 
 

 હવે તો નિવૃત્તિ લેવી જ પડશે! આ 4 ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાનો દરવાજો હંમેશા માટે થઈ ગયો બંધ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ચાર ખેલાડીઓ એવા છે જે ગમે ત્યારે ક્રિકેટને અલવિદા કહી શકે છે. આ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા આ ખેલાડીઓનું કરિયર હવે લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેના માટે ટીમમાં વાપસી કરવી અશક્ય લાગી રહી છે. પરંતુ આ ખેલાડીઓએ હજુ સુધી નિવૃત્તિ જાહેર કરી નથી. ભારતીય ક્રિકેટમાં તેની વાપસી મુશ્કેલ જોવા મળી રહી છે. આવો આ ચાર ખેલાડીઓ પર નજર કરીએ.

1. ભુવનેશ્વર કુમાર
ભુવનેશ્વર કુમારે 2012માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે સ્વિંગ બોલિંગ તેની તાકાત હતી અને આજે પણ તે તેની તાકાત છે, પરંતુ તાજેતરમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ભુવનેશ્વરે ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાની સ્વિંગ બોલિંગ સાબિત કરી છે, પરંતુ કમનસીબે ભુવી ઘણી વખત ઈજાના કારણે ટીમની અંદર અને બહાર રહ્યો છે. 2018માં થયેલી ઈજાને કારણે ભુવીએ ટેસ્ટ ક્રિકેટ જેવા લાંબા ફોર્મેટથી દૂર જવાનું શરૂ કર્યું અને ત્યારથી તેને એક પણ ટેસ્ટમાં રમવાની તક મળી નથી. હવે એ સ્પષ્ટ છે કે ભુવી માટે ટેસ્ટ ક્રિકેટ ખતમ થઈ ગયું છે. ભુવનેશ્વર કુમાર ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે. ભુવનેશ્વર કુમારે ભારત માટે 21 ટેસ્ટ મેચમાં 63 વિકેટ, 121 ODI મેચોમાં 141 વિકેટ અને 87 T20 મેચોમાં 90 વિકેટ ઝડપી છે. તે છેલ્લા 6 વર્ષથી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર છે. ટેસ્ટ મેચ બાદ હવે તેને ODI અને T20 ટીમમાંથી પણ બહાર કરવામાં આવી રહ્યો છે. ભુવનેશ્વર કુમારે હવે ગતિ ગુમાવી દીધી છે, શરૂઆતમાં તેની પાસે લય હતી જ્યાં તે બોલને સ્વિંગ કરીને વિકેટ લેતો હતો, પરંતુ હવે તે આવીને બોલિંગ કરી રહ્યો છે, પરંતુ કદાચ તેણે તે ચોકસાઈ ગુમાવી દીધી છે.

fallback

2. રિદ્ધિમાન સાહા
રિદ્ધિમાન સાહા ખૂબ જ સારો વિકેટકીપર છે. જો કે હવે તેને ટેસ્ટ ક્રિકેટમાં રમવાની તક મળી રહી નથી. સાહાએ 2010માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી સાહા માત્ર 40 ટેસ્ટ મેચ રમી શક્યો છે. 40 વર્ષીય રિદ્ધિમાન સાહા વિશે, ભારતીય ટીમ મેનેજમેન્ટે પસંદગીકારોને કહ્યું હતું કે તેને તેમની ભવિષ્યની યોજનાઓમાં સામેલ કરવામાં આવશે નહીં. વર્ષ 2022માં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેને બહારનો દરવાજો દેખાડવામાં આવ્યો હતો. હવે આ ખેલાડીની ફરીથી ટેસ્ટ ટીમમાં વાપસી કરવાની આશા લગભગ પૂરી થઈ ગઈ છે. સાહાની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 40 ટેસ્ટમાં 29.41ની એવરેજથી 1353 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 3 સદી અને 6 અડધી સદી જોવા મળી છે.

fallback

3. કરૂણ નાયર
જ્યારે કરૂણ નાયરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી, ત્યારે લાગી રહ્યું હતું કે નાયર લાંબી રેસનો ઘોડો છે, પરંતુ તે જોવા મળ્યું નહીં. ત્રેવડી સદી બાદ તે સારૂ પ્રદર્શન કરી શક્યો નહીં અને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્ય હતો. કરૂણ નાયરે પોતાનું ટેસ્ટ પર્દાપણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ નવેમ્બર 2016માં કર્યું હતું. ત્યારબાદ તે છેલ્લે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માર્ચ 2017માં રમ્યો હતો. તેણે પોતાના કરિયરમાં માત્ર છ ટેસ્ટ મેચ રમી છે અને 62.33ની એવરેજની સાથે 74 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 303 રન રહ્યો છે. 

fallback

4. ઈશાંત શર્મા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું આંતરરાષ્ટ્રીય કરિયર લગભગ ખતમ થઈ ગયું છે. ઈશાંત છેલ્લે નવેમ્બર 2021માં કાનપુર ટેસ્ટ દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. તે મેચમાં તેને કોઈ વિકેટ મળી નહીં. ત્યારબાદ તે ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળ્યો નથી. ટીમ ઈન્ડિયામાં સતત સ્પર્ધા વધી રહી છે અને એક બાદ એક સારા ફાસ્ટ બોલર આવી રહ્યાં છે. તેવામાં ઈશાંત શર્માની ટીમમાં વાપસી અસંભવ લાગી રહી છે. ઈશાંતે ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે અને 311 વિકેટ લીધી છે. ઈશાંત હવે માત્ર આઈપીએલમાં રમતો જોવા મળે છે. તેવામાં તેનું આંતરરાષ્ટ્રીય કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે. 

fallback

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news