Ishan Kishan ને ભારે પડી આ હરકત, વર્લ્ડ કપ પહેલાં જ BCCI એ કરી મોટી કાર્યવાહી
Ishan Kishan Fined: શનિવારે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે રમાયેલી આઈપીએલ મેચમાં ઈશાન કિશને ભૂલ કરી હતી. બીસીસીઆઈએ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન સામે પણ કડક કાર્યવાહી કરી.
Trending Photos
Ishan Kishan Fined: શનિવારે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે રમાયેલી આઈપીએલ મેચમાં ઈશાન કિશને ભૂલ કરી હતી. બીસીસીઆઈએ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન સામે પણ કડક કાર્યવાહી કરી છે. ઈશાન કિશને દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચ દરમિયાન કંઈક એવું કર્યું, જેના પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેને મોટી સજા ફટકારી છે.
ઈશાન કિસનને મોંઘી પડી આ હરકતઃ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈશાન કિશન પર મેચ ફીના 10 ટકાનો દંડ લગાવ્યો છે. શનિવારે દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમાયેલી મેચમાં ઈશાન કિશને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ઈશાન કિશને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1 નો ગુનો કર્યો છે. IPLએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે, 'ઈશાન કિશનને IPL આચાર સંહિતાની કલમ 2.2નું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ઈશાન કિશને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો સ્વીકાર્યો છે.
BCCIએ તાત્કાલિક પગલાં લીધાં:
અખબારી યાદી અનુસાર, આચાર સંહિતાના લેવલ 1ના ઉલ્લંઘન માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. IPL આચાર સંહિતાની કલમ 2.2 મેચ દરમિયાન ક્રિકેટના સાધનો અથવા કપડાં, ગ્રાઉન્ડ સાધનોના દુરુપયોગથી સંબંધિત છે. ઈશાન કિશને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. મેચની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સે જેક ફ્રેઝર-મેકગર્કની 27 બોલમાં 84 રનની વિસ્ફોટક ઈનિંગના આધારે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા મુંબઈ ઈન્ડિયન્સને 10 રનથી હરાવ્યું અને પ્લેઓફની રેસ માટે પોતાનો દાવો મજબૂત કર્યો.
દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું:
દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 257 રન બનાવ્યા હતા જેમાં જેક ફ્રેઝર-મેકગર્ક સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. જવાબમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 247 રન જ બનાવી શકી હતી. છેલ્લી પાંચ મેચોમાં તેમની ચોથી જીત બાદ, દિલ્હી દસ મેચમાં દસ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ નવ મેચમાં છ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. મુંબઈના તમામ બોલરો મોંઘા સાબિત થયા. લ્યુક વૂડે 17ના ઇકોનોમી રેટથી રન આપ્યા અને નુવાન તુશારાએ 14 રન પ્રતિ ઓવરના દરે રન આપ્યા. સૌથી મોંઘો હાર્દિક હતો જેણે બે ઓવરમાં 41 રન આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે