Stock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ
Adani Group Cement Company: ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.
Trending Photos
Sanghi Industries Share: ગૌતમ અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની સાંઘી ઇંડસ્ટ્રીએ માર્ચ ત્રિમાસિકના પરિણામો જાહેર કરી દીધા છે. માર્ચ 2024 ના ક્વાર્ટરમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104. 56 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.
જામનગર બાદ હવે સમુદ્રની વચ્ચે થશે અનંત-રાધિકાની બીજી પ્રી વેડિંગ, ડેટ ફાઇનલ
₹102 સુધી જશે આ શેર! ખરીદવા માટે પડાપડી, એરપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલી છે કંપની
આખા વર્ષની નાણાકીય સ્થિત
માર્ચ 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ. 448.79 કરોડની ખોટ નોંધાવી હતી, જ્યારે માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 325.70 કરોડની ખોટ થઈ હતી. માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષમાં વેચાણ 11.29% ઘટીને રૂ. 820.17 કરોડ થયું હતું. માર્ચ 2023માં પૂરા થયેલા વર્ષ દરમિયાન તે રૂ. 924.50 કરોડ હતો.
આ 3 સરકારી સ્કીમ બદલી દેશે ભારતીય ખેડૂતોનું ભાગ્ય, ફાયદો જાણશો થઇ જશો સરકારના ફેન
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
શેરની સ્થિતિ
ગત શુક્રવારે સાંઘી ઇંડસ્ટ્રીઝના શેરની વાત કરીએ તો 92.99 રૂપિયા પર હતો. એક દિવસ પહેલાંના મુકાબલે શેર 0.21 ટકા તૂટીને બંધ થયો હતો. શેર જાન્યુઆરી 2024 માં 156.20 રૂપિયા સુધી ગયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. જો કે, ત્યારથી શેરોમાં વેચવાલી આવી હતી અને ભાવ રૂ. 100થી નીચે ગયો હતો. તાજેતરમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝના બોર્ડે નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્શિયલ શેર્સ (RPS) જારી કરીને રૂ. 2,200 કરોડ સુધી વધારવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કંપનીએ કહ્યું કે તે શેરધારકોની મંજૂરીને આધીન છે.
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી
1 પર 3 બોનસ શેર આપવાની જાહેરાત, 334% વધ્યો કંપનીનો નફો, 1 વર્ષમાં 315% વધ્યો ભાવ
અદાણી ગ્રુપે કર્યું હતું અધિગ્રહણ
ગત વર્ષે જ અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટે ગુજરાતની સાંઘી ઇંડસ્ટ્રીઝનું અધિગ્રહણ કર્યું હતું. સીમેન્ટ બિઝનેસ સાથે સંકળાયેલી સાંઘી ઇંડસ્ટ્રીઝ લિમિટેડના શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટર્સ પાસે 78.52 ટકા ભાગીદારી છે. પબ્લિક શેર હોલ્ડર્સ પાસે કંપનીના 21.48 ટકા શેર છે. તમને જણાવી દઇએ કે સાંઘી પહેલાં વર્ષ 2022 માં અદાણી ગ્રુપે અંબુજા અને એસીસીનું અધિગ્રહણ કર્યું હતું.
ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાના 5 બેસ્ટ શહેર, જાણો અહીં રહેવાનો કેટલો છે મંથલી ખર્ચ
બેકલેસ ડ્રેસમાં પોઝ આપી રહેલી આ અભિનેત્રીની અદા છે કાતિલ, હિટો ગીતોમાં જોવા મળી છે, ઓળખો કોણ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે