સુરત આવેલા રણબીર કપૂરને જોવા માટે થઈ પડાપડી, ધક્કામુક્કીમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા

Ranbir Kapoor in Surat : રણબીર કપૂરની એક ઝલક જોવા માટે સુરતમાં ચાહકોની પડાપડી, ધક્કા-મુક્કીમાં ઘણા પડ્યા, ભાગદોડ મચતા બાળકો સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત

સુરત આવેલા રણબીર કપૂરને જોવા માટે થઈ પડાપડી, ધક્કામુક્કીમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા

Surat News : બોલિવુડ અભિનેતા રણબીર કપૂર સુરતની મુલાકાતે આવ્યા હતા. એક ખાનગી કાર્યક્રમમાં આવી પહોંચેલા રણબીર કપૂરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે આ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રણબીર કપૂરની એક ઝલક જોવા માટે ટોળામાં ધક્કામુક્કીથઈ હતી. લોખંડના બેરિકેડિંગ તૂટ્યા હતા અને લોકો એકની ઉપર એક પડ્યા હતા. જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે બોલિવુડ સ્ટાર રણબીર કપૂર સુરત શહેરના મહેમાન બન્યા હતા. અડાજણ વિસ્તારના એક જ્વેલરી શોરૂમના ઉદઘાટનમાં રણબીર કપૂર આવી પહોંચ્યા હતા. આ જ્વેલરી શો રૂમના ઉદઘાટન માટે રણબીર કપૂરને આમંત્રિત કરાયા હતો. ત્યારે રણબીર કપૂરની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. લોકોની ભીડ એકઠી હતી. આ કાર્યક્રમ માટે 50 પોલીસ અને 40 ખાનગી ગાર્ડ સિક્યોરિટીમાં તૈનાત હતા. છતા રણબીરને જોવા માટે ભીડ બેકાબૂ બની હતી. 

રણબીરની એક ઝલક માટે લોકો પાગલ થતા જોવા મળ્યા હતા. થોડી જ વારમાં એટલી બધી ભીડ એકઠી થઈ કે તેને કાબૂમાં લાવવી મુશ્કેલ બની હતી. લોકોએ જ્વેલરી શોની બહાર લગાવેલા લોખંડના બેરિકેડ તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ દરમિયાન ભારે ધક્કા-મુક્કી સર્જાઈ હતી. ભીડમાં રહેલા અનેક લોકો જમીન પર ફસડાઈ પડ્યા હતા જેમાં કેટલાંક લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.

કાર્યક્રમમાં લગભગ 20 જેટલા લોકો નાની મોટી ઈજાથી ઈજાગ્રસ્ત બન્યા હતા. ભીડમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. ત્યારે નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘણા લોકો એકબીજાની ઉપર પડતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનાની દ્રશ્યો પણ સામે આવ્યા છે. 

તો બીજી તરફ, આ ઘટનાને પગલે રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ જવા રવાના થયા હતા. રણબીર કપૂરની પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news