Mumbai Test: ન્યૂઝીલેન્ડને 372 રને હરાવીને ભારતે 1-0થી શ્રેણી જીતી લીધી

1-0થી ભારતે આ ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડની ટીમની 372 રને હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભારતે 540 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.

  • મુંબઈ ટેસ્ટ જીતીને ભારતે 1-0થી ટેસ્ટ શ્રેણી જીતી લીધી
  •  ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતની શાનદાર જીત
  • ભારતે બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 372 રને હરાવ્યું

Trending Photos

Mumbai Test: ન્યૂઝીલેન્ડને 372 રને હરાવીને ભારતે 1-0થી શ્રેણી જીતી લીધી

નવી દિલ્હી: 1-0થી ભારતે આ ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડની ટીમની 372 રને હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભારતે 540 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 167 રનોમાં જ સમેટાઈ ગઈ. ચોથા દિવસમાં પહેલાં જ સેશનમાં ભારતે આ શાનદાર જીત મેળવી લીધી છે. મુંબઈ ટેસ્ટમાં જયંત યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ 2 ટેસ્ટ મેચની શ્રેણી ભારતે 1-0થી જીતી લીધી છે. કાનપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. 

ટીમ ઈન્ડિયાની મોટી જીત-
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાને મેચ અને સિરીઝ પર કબજો કરવા માટે સોમવારે માત્ર 4 વિકેટની જરૂર હતી, જે તેણે સરળતાથી હાંસલ કરી લીધી. ભારતે કીવી ટીમને 372 રને હરાવ્યું. રનના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમની આ સૌથી મોટી જીત છે.

રનના મામલે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ટેસ્ટ જીત-
372 રન વિ ન્યુઝીલેન્ડ (2021)
337 રન વિ દક્ષિણ આફ્રિકા (2015)
321 રન વિ ન્યુઝીલેન્ડ (2016)
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 320 રન (2008)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news