IND vs SL: BCCI નો મોટો નિર્ણય, શ્રીલંકા સામે સિરીઝ માટે અચાનક આ સ્ટાર ખેલાડીની ટીમમાં થઈ વાપસી

India vs Sri Lanka: ભારતીય ક્રિકેટ બોર્ડે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર વનડે સિરીઝ પહેલા એક મોટો નિર્ણય લીધો છે. આ સિરીઝ માટે ટીમમાં એક ઘાતક બોલરને સામેલ કરવામાં આવ્યો છે.

IND vs SL: BCCI નો મોટો નિર્ણય, શ્રીલંકા સામે સિરીઝ માટે અચાનક આ સ્ટાર ખેલાડીની ટીમમાં થઈ વાપસી

નવી દિલ્હીઃ IND vs SL ODI Series, Jasprit Bumrah included in ODI squad: ભારત અને શ્રીલંકા વચ્ચે 10 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. હકીકતમાં ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. 

બુમરાહ ઈજાને કારણે સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર હતો. પરંતુ હવે તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. અખિલ ભારતીય પસંદગી સમિતિએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને શ્રીલંકા વિરુદ્ધ આગામી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. 

— BCCI (@BCCI) January 3, 2023

જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. તે પીઠમાં ઈજાને કારણે ટી20 વિશ્વકપમાંથી પણ બહાર થઈ ગયો હતો. ભારતનો આ સ્ટાર બોલર રિબેબિલિટેશનથી પસાર થયો છે અને હવે તેને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીએ ફિટ જાહેર કરી દીધો છે. હવે બુમરાહ જલદી ટીમ ઈન્ડિયાની વનડે ટીમમાં સામેલ થશે. 

શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news