Year Ender 2023: 2023માં ભારતીય ખેલાડીઓએ બનાવ્યા આ રેકોર્ડ, જેને તોડવા બનશે મુશ્કેલ

Year Ender 2023: ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2023 શાનદાર રહ્યું છે. બસ આ વર્ષે પણ ભારતીય ટીમનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું પૂરુ થઈ શક્યું નથી. પરંતુ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા કેટલાક શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. 
 

Year Ender 2023: 2023માં ભારતીય ખેલાડીઓએ બનાવ્યા આ રેકોર્ડ, જેને તોડવા બનશે મુશ્કેલ

નવી દિલ્હીઃ 2023 વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમને હાર મળી. આ સાથે વર્ષ 2023માં ભારતીય ટીમનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું અધુરૂ રહ્યું છે. ભારતીય ટીમે વર્ષ 2023માં દમદાર પ્રદર્શન કર્યું. ખેલાડીઓએ એક બાદ એક રેકોર્ડ બનાવ્યા. બેટરોથી લઈને બોલરોએ વિશ્વકપમાં વિપક્ષી ટીમને પરેશાની કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ અનેક રેકોર્ડ પણ બનાવ્યા હતા. અમે તમને 2023માં ભારતીય ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા 5 એવા રેકોર્ડ વિશે જણાવીશું જેને તોડવા આવનારા સમયમાં મુશ્કેલ લાગી રહ્યાં છે.

મોહમ્મદ શમીની 7 વિકેટ
વિશ્વકપ 2023ની સેમીફાઈનલમાં ભારત માટે મોહમ્મદ શમીએ સાત વિકેટ ઝડપી હતી. આ વનડેમાં કોઈપણ ભારતીય બોલરનું બેસ્ટ પ્રદર્શન છે. તે પહેલા કોઈ ભારતીય બોલર વનડેમાં સાત વિકેટ ઝડપી શક્યો નથી. શમીએ ન્યૂઝીલેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. 

એક વિશ્વકપમાં સૌથી વધુ રન
વિરાટ કોહલી એક વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. 2023 વિશ્વકપમાં તેણે 765 રન બનાવ્યા હતા. આ પહેલા કોઈ ખેલાડીએ એક વિશ્વકપમાં 700 રન બનાવ્યા નથી. વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવો કોઈ બેટર માટે સરળ રહેશે નહીં. 

વનડેમાં 50 સદી
2023માં વિરાટ કોહલી વનડેમાં 50 સદી ફટકાનાર પ્રથમ બેટર બન્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાની 50મી સદી ફટકારી હતી. એક્ટિવ ખેલાડીઓમાં ત્યારબાદ રોહિત શર્માનો નંબર આવે છે, જેના નામે વનડેમાં 31 સદી છે. 

વિશ્વકપમાં સૌથી વધુ રન
વિશ્વકપમાં રોહિત શર્મા સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેની ટૂર્નામેન્ટમાં સાત સદી થઈ ગઈ છે. હવે રોહિત શર્મા લગભગ 50 ઓવરના વિશ્વકપમાં રમતો જોવા મળશે નહીં. પરંતુ તેનો આ રેકોર્ડ તોડવો સરળ નથી.

વનડે કેલેન્ડર યરમાં સૌથી વધુ સિક્સ
રોહિત શર્મા વનડે કેલેન્ડર યરમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બની ગયો છે. 2023માં ભારતીય કેપ્ટને 67 સિક્સ ફટકારી હતી. આ સિવાય કોઈ અન્ય બેટર વનડેમાં એક વર્ષમાં 60 સિક્સ ફટકારી શક્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news