INDvsNZ: ન્યૂઝીલેન્ડે ભારતને આપી સૌથી મોટી હાર, આ રહ્યાં હારના 4 કારણ

પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમનું તમામ મોરચે પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમે ત્રણ કેચ છોડ્યા હતા. 
 

 INDvsNZ: ન્યૂઝીલેન્ડે ભારતને આપી સૌથી મોટી હાર, આ રહ્યાં હારના 4 કારણ

વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડે બુધવારે વેલિંગટનના વેસ્ટપૈક સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 80 રનથી હાર આપી અને ટીમ ઈન્ડિયા પર આ ફોર્મેટમાં પોતાનો દબદબો વધુ મજબૂત કર્યો છે. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા કીવી ટીમે ભારતની સામે 220 રનનો લક્ષ્ય રાખ્ય હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જાણો ભારતીય ટીમની હારના ચાર કારણ.... 

1. બોલરોનું ખરાબ પ્રદર્શન
વેલિંગટનના વેસ્ટપૈક સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય  બોલરોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમના પાંચ બોલરોમાંથી ત્રણ બોલરોની ઈકોનોમી રેટ 10થી ઉપર રહી હતી. ભારતીય બોલિંગ એટલી ખરાબ રહી કે કીવી બેટ્સમેનોએ 8 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 85 રન ફટકારી દીધા હતા. એટલું જ નહીં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ અંતિમ 5 ઓવરમાં 55 રન ફટકાર્યા અને મેચ ભારતની પહોંચથી દૂર લઈ ગય હતા. 

2. ટિમ સેફર્ટની વિસ્ફોટક ઈનિંગ
ન્યૂઝીલેન્ડના યુવા વિકેટકીપર બેટ્સમેન ટિમ સેફર્ટે ભારતીય બોલિંગ આક્રમણા છોતરા કાઢતા 43 બોલમાં 84 રન બનાવ્યા જેની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ 6 વિકેટ પર 219 રનનો સ્કોર બનાવ્યો હતો. ટી-20 ક્રિકેટમાં સેફર્ટનો આ પહેલાનો સર્વોચ્ચ સ્કોર 14 રન હતો. તેણે કોલિન મુનરો સાથે ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. બંન્નેએ માત્ર 8.2 ઓવરમાં 86 રન જોડીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. સિફર્ટે પોતાની ઈનિંગમાં સાત ફોર અને છ સિક્સ ફટકારી હતી. 

3. કેચ છોડવા પડ્યા ભારે
બોલરોના ખરાબ પ્રદર્શનની સાથે-સાથે ભારતની ફીલ્ડિંગ પણ ખરાબ રહી હતી. ભારતના ફીલ્ડરોએ ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં ત્રણ કેચ છોડ્યા જેમાં વિકેટની પાછળ ધોનીએ પણ કેચ છોડ્યો હતો. કીવીની ઈનિંગની પાંચમી ઓવરમાં ધોનીએ ક્રુણાલ પંડ્યાની વિકેટ પર ટિમ સેફર્ટને જીવનદાન આપ્યું હતું. ત્યારબાદ કાર્તિકે 11મી ઓવરમાં સેફર્ટનો અને 18મી ઓવરમાં ટેલરનો કેચ છોડ્યો હતો. 

4. ભારતની ખરાબ બેટિંગ
બોલિંગ અને ફીલ્ડિંગની સાથે સાથે ભારતની બેટિંગ પણ ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડના 220 રનના લક્ષ્યની સામે ભારતીય ટીમ 19.2 ઓવરમાં 139 રન પર ઢેર થઈ ગઈ હતી. ભારત માટે ધોનીએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. શિખર ધવને 29 અને વિજય શંકરે 27 રનનું યોગદાન આપ્યું હતું. ભારતના સાત બેટ્સમેનો બે આંકડાના સ્કોર સુધી પણ ન પહોંચી શક્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news