IND vs SL: ટીમ ઇન્ડીયાએ શ્રીલંકાના સૂપડા સાફ કર્યા, 6 વિકેટથી જીત્યો મુકાબલો

ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે સીરિઝ 3-0થી કબજે કરી લીધી હતી. ત્રીજી T20માં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને ભારતીય બોલરોએ સારી બોલિંગ કરી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા.

IND vs SL: ટીમ ઇન્ડીયાએ શ્રીલંકાના સૂપડા સાફ કર્યા, 6 વિકેટથી જીત્યો મુકાબલો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે સીરિઝ 3-0થી કબજે કરી લીધી હતી. ત્રીજી T20માં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને ભારતીય બોલરોએ સારી બોલિંગ કરી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેનોએ આરામથી 147 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. 

ફરી ચમક્યો શ્રેયસ અય્યર
શ્રીલંકાએ ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ભારત સામે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીતનો હીરો પણ શ્રેયસ અય્યર રહ્યો હતો. શ્રેયસ અય્યરે 73 રનની ઇનિંગ રમી હતી. આ પહેલાં ટાર્ગેટનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી ઓવરમાં દુષ્મંતા ચમીરાએ રોહિત શર્માને 5 રન પર આઉટ કર્યો હતો. સંજુ સૈમસન અને શ્રેયસ અય્યરે બીજી વિકેટ માટે 28 બોલમાં 45 રન ઉમેર્યા હતા. ત્યારબાદ સૈમસન 18 રન બનાવીને આઉટ થયો હતો. દીપક હુડ્ડાએ પણ જીતમાં 21 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલરોનું સારું પ્રદર્શન
સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લી મેચમાં મોહમ્મદ સિરાજ અને અવેશ ખાનને તક મળી હતી, જેનો બંને ખેલાડીઓએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. સિરાજે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી. અવેશએ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. હર્ષલ પટેલ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ સ્કોર કર્યો હતો. શનાકાએ 74 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમે જીતી સીરીઝ
ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવીને ત્રણ મેચની T20I સીરીઝ કબજે કરી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ભારતે શ્રેયસ અય્યર અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બેટિંગના દમ પર મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીની જગ્યાએ રમતા શ્રેયસ અય્યરે 44 બોલમાં 74 રન બનાવ્યા હતા. અંતે જાડેજાએ બેટિંગ કરી, તેની બેટિંગ જોઈને વિરોધી બોલરોએ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી.

ઈશાન કિશન આઉટ
ત્રીજી T20 પહેલા ભારતીય ટીમનો યુવા ઘાતક ઓપનર ઈશાન કિશન આ સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બીજી ટી20 દરમિયાન ઈશાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે બીજી T20 મેચમાં શ્રીલંકાના બોલર લાહિરુ કુમારાના 146 Kmph ની સ્પીડવાળી બાઉન્સર ઈશાન કિશનના માથા પર વાગી હતી. બોલ એટલો જોરથી વાગ્યો કે ઈશાન થોડીવાર જમીન પર બેસી ગયો. ઈશાન કિશનને આ સમયે કાંગડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈશાન હોસ્પિટલમાંથી આવી ગયો છે પરંતુ તેને છેલ્લી T20માંથી બહાર રહેવું પડ્યું છે. 

બંને ટીમોની પ્લેઇંગ 11
શ્રીલંકા:
પથુમ નિસાંકા, દનુષ્કા ગુણાથિલકા, ચરિત અસલંકા, દિનેશ ચાંદીમલ (વિકેટ કિપર), ઝેનિથ લિયાનેજ, દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, જેફરી વેંડરસે, બિનુરા ફર્નાન્ડો, લાહિરુ કુમારા

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સંજુ સૈમસન (વિકેટ કિપર), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ અય્યર, દીપક હુડા, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, અવેશ ખાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news