મોરબીમાં શૂટિંગ માટે આવેલી સારા અલી ખાને ચાંદલો કરવાનો ઇન્કાર કરી કર્યું ભારતીય સંસ્કૃતિનું અપમાન

જિલ્લામાં ગેસલાઇટ મુવિના શુટિંગ માટે બોલિવુડના ખ્યાતનામ કલાકારો મોરબીના મહેમાન બન્યા હતા. ભુત પોલીસ ફિલ્મના ડાયરેક્ટર પવન ક્રિપ્લાની આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, વિક્રાંત મેસી,  ચિત્રાંગદા સિંહ જોવા મળશે. રમેશ તુરાણીની ટીપ્સ ફિલ્મ દ્વારા આ કામગીરી ચલાવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શુટિંગ મોરબી ખાતે આવેલા પેલેસમાં પણ શુટિંગ થવાનું છે. જેના અનુસંધાને સ્ટાર કાસ્ટ અહીં આવી પહોંચી છે. 
મોરબીમાં શૂટિંગ માટે આવેલી સારા અલી ખાને ચાંદલો કરવાનો ઇન્કાર કરી કર્યું ભારતીય સંસ્કૃતિનું અપમાન

મોરબી : જિલ્લામાં ગેસલાઇટ મુવિના શુટિંગ માટે બોલિવુડના ખ્યાતનામ કલાકારો મોરબીના મહેમાન બન્યા હતા. ભુત પોલીસ ફિલ્મના ડાયરેક્ટર પવન ક્રિપ્લાની આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, વિક્રાંત મેસી,  ચિત્રાંગદા સિંહ જોવા મળશે. રમેશ તુરાણીની ટીપ્સ ફિલ્મ દ્વારા આ કામગીરી ચલાવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શુટિંગ મોરબી ખાતે આવેલા પેલેસમાં પણ શુટિંગ થવાનું છે. જેના અનુસંધાને સ્ટાર કાસ્ટ અહીં આવી પહોંચી છે. 

શુટિંગ અહીં તોડા સમય સુધી ચાલશે. જો કે દરમિયાન અક્ષય કુમાર પણ અહીં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મનો મુખ્ય વિષય સામાન્ય વ્યવહારમાં પણ કેટલાક લોકો છેડતી કરતા હોય છે. તે છે. વ્યવહારીક છેડતી આ ફિલ્મનો મુખ્ય મુદ્દો છે. પોતાની વિચારસરણી પર જ તે વ્યક્તિને શરમાવવી અથવા તો કોઇ વન્યક્તિને દબાણપુર્વક વર્તન કે વ્યવહાર બદલવા માટે મજબુર કરવું વગેરે જેવા સામાજિક મુદ્દાઓ પર આ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર પણ ટુંક સમયમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જો કે મોરબી આવી ચુકેલા સારા અલીખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગતા સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્વાગતમાં સારા અલી ખાનનો વિચિત્ર સ્વભાવ સામે આવ્યો હતો. પરંપરાગત સ્વાગત સમયે ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસીનો ચાંદલો કરીને ગળામાં ફુલોની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે સારા અલી ખાને ચાંદલો કરાવ્યા વગર જ ગળામાં હાર પણ પહેર્યા વગર ચાલતી પકડી હતી. એક સમયે હોટલના કર્મચારીઓનું અપમાન તો થયું જ હતુ પરંતુ સાથે સાથે પરોક્ષ રીતે તેણે ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news