આખરે વાતચીત માટે રાજી થયું યુક્રેન, રશિયાના પ્રસ્તાવ બાદ બેલારૂસ બોર્ડર પર થશે ચર્ચા
રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓને મળશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીના કાર્યાલયે ટેલિગ્રામ એપ પર જણાવ્યું હતું કે બેલારુસની સરહદ પર એક અચોક્કસ સ્થાન પર બંને પક્ષો મળશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે બેઠક માટે ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નથી.
Trending Photos
કિવઃ રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓને મળશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીના કાર્યાલયે ટેલિગ્રામ એપ પર જણાવ્યું હતું કે બેલારુસની સરહદ પર એક અચોક્કસ સ્થાન પર બંને પક્ષો મળશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે બેઠક માટે ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નથી. રશિયાએ રવિવારે જાહેરાત કરી કે એક પ્રતિનિધિમંડળ મંત્રણા માટે બેલારુસ થઇ ગયું છે, તેના કલાકો બાદ યુક્રેન તરફથી આ પ્રતિક્રિયા આવી છે.
યુક્રેને પહેલાં નકારી કાઢ્યો હતો વાતચીતનો પ્રસ્તાવ
યુક્રેનના અધિકારીઓએ અગાઉ દરખાસ્તને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે મંત્રણા બેલારુસ બદલે બીજે ક્યાંક થવી જોઈએ કારણ કે રશિયાએ બેલારુસમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન પરમાણુ ડિટરન્સ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો. તેમણે નાટોમાં સામેલ દેશોના 'આક્રમક નિવેદનો'ના જવાબમાં આ આદેશ આપ્યો છે.
પુતિને એક મુકી વિચિત શરત
યુક્રેન સાથે મંત્રણા માટે તૈયાર થયેલા રશિયન રાષ્ટ્રપતિએ શનિવારે એક એવી શરત મૂકી હતી, જેના કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. પુતિને કહ્યું હતું કે જો યુદ્ધ રોકવું છે અને વાતચીતના ટેબલ પર આવવું છે, તો યુક્રેનની વર્તમાન સરકારને હટાવી દેવી જોઈએ અને સેનાને પોતાના હાથમાં લેવી પડશે. પુતિને કહ્યું કે અમે યુક્રેનમાં આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ. તેમણે યુક્રેનની સરકારને ડ્રગ્સની આદી અને નાઝી સમર્થક ગણાવી હતી. સેનાને અપીલ કરતા તેમણે કહ્યું કે વર્તમાન સરકારને હટાવીને સેનાએ દેશની કમાન સંભાળવી જોઈએ.
પુતિન વિરૂદ્ધ યુરોપિયન યુનિયનની કડકાઈ
યુક્રેન પર રશિયન હુમલાથી નારાજ યુરોપિયન યુનિયન (EU)એ રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. એફએપીના અનુસાર, યુરોપમાં પુતિન સાથે સંબંધિત સંપત્તિઓ ફ્રીઝ કરી શકાય છે. લક્ઝમબર્ગના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે 27-સભ્યવાળા યુરોપિયન યુનિયન પુતિન અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવની સંપત્તિને ફ્રીઝ કરવાની ખૂબ નજીક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે