IND vs SA: રહાણેએ કર્યો ખુલાસો, કેવી છે ટીમ ઇન્ડિયાની વિશાખાપટ્ટનમ્ ટેસ્ટની તૈયારી
2 ઓક્ટોબરથી ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ સીરીઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમ્માં શરૂ થવા જઇ રહી છે. આ મેચથી પહેલા ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અજિંક્ય રહાણેનું માનવું છે કે, ટીમની આ મેચ માટે ઘણી શાનદાર તૈયારી છે.
Trending Photos
વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ): 2 ઓક્ટોબરથી ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ સીરીઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમ્માં શરૂ થવા જઇ રહી છે. આ મેચથી પહેલા ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અજિંક્ય રહાણેનું માનવું છે કે, ટીમની આ મેચ માટે ઘણી શાનદાર તૈયારી છે. રહાણેએ ટીમ ઇન્ડિયા પર મેચથી પહેલા સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે ટીમના આ વિશ્વાસનું કારણ પણ જણાવ્યું હતું.
ઘણી તૈયારી કરવી પડે છે અને અમે કરી છે
રહાણેએ મેચના બે દિવસ પહેલા સોમવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, 'બેટિંગ યુનિટ તરીકે તમારે તમામ સંજોગોમાં અનુકૂલન થવું પડે છે અને સીરીઝની શરૂઆત થવાથી પહેલા ઘણી બધી તૈયારી કરવી પડે છે. અમારી તૈયારી ઘણી સારી છે. અમારા અભ્યાસ સત્ર આજે ઘણું સારૂ રહ્યું હતુ અને કાલે અમારી પાસે મેચમાં જતા પહેતા વધુ એક દિવસ છે.
વેસ્ટઇન્ડિઝમાં જીતે વધાર્યો વિશ્વાસ
આઇસીસી વનડે વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડિઝમાં બે ટેસ્ટ મેચ જીત્યા બાદ વિશ્વાસની સાથે મેદાનમાં ઉતરશે. રહાણે મેચમાં ટીમ માટે વધારેથી વધારે યોગદાન આપવાની તૈયારી કરી રહ્યો છે. તેણે કહ્યું કે, તે પોતાની પર વધારે દબાણ લાવવાનો પ્રયત્ન કરવા ઇચ્છતો નથી.
Training ✔✔#INDvSA pic.twitter.com/aoK3H4xXgR
— BCCI (@BCCI) September 30, 2019
રહાણેએ કહ્યું, "હું તે સમયે નજર રાખવા માંગું છું અને વર્તામાનમાં રહેવા માંગું છું. અને વેસ્ટ ઇન્ડીઝમાં પણ મેં એવું જ કર્યું હતું. વર્તમાન ક્ષણમાં રહેવું, પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ કરવો અને પોતાની ટીમ માટે યોગદાન આપવાનો પ્રયાસ કરવો. જેનાથી પોતાના પર વધારે દબાણ આવતું નથી. વેસ્ટઇન્ડિઝમાં રહાણેએ એક સદી અને એક સેન્ચ્યુરી મારી હતી.
ટેસ્ટ ચેમ્પિયનશિપે બનાવી મેચને ખાસ
રહાણેએ ટેસ્ટ ચેમ્પિયનશિપને મહત્વની ગણાવતા કહ્યું કે, મહત્વની વાત મેચ અને સીરીઝ જીતવાની છે. આ ટેસ્ટ ચેમ્પિયનશિપના કારણે તમે કોઇપણ ટીમને ઓછામાં ના લઇ શકો અને તેમાં પોઇન્ટ સિસ્ટમ પણ સામેલ છે. મને લાગે છે કે, તમારા વિરોધીઓનું સન્માન કરવું જોઇએ. રહાણે તે પસંદીદા ખેલાડીઓમાંથી છે જેમનો દેશથી બહાર ટેસ્ટ રેકોર્ડ તેમને ઘરેલું ટેસ્ટ રેકોર્ડ કરતા સારો છે. રહાણે પર આ વખતે તેના ઘરેલુ રેકોર્ડ સુધારવાનું દબાણ હશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે