ખાલી સ્ટેડિયમોમાં આઈપીએલ રમવાથી કોઈ સમસ્યા નથીઃ હરભજન સિંહ

ચેન્નઈ સુપર કિંગ્સ  (CSK) તરફથી રમનાર હરભજન સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું, દર્શક મહત્વપૂર્ણ હોય છે પરંતુ જો પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય તો મને તેના વગર રમવામાં કોઈ મુશ્કેલી નથી.

ખાલી સ્ટેડિયમોમાં આઈપીએલ રમવાથી કોઈ સમસ્યા નથીઃ હરભજન સિંહ

મુંબઈઃ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, તેને ખાલી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ કોવિડ 19 મહામારી પર નિયંત્રણ બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન થવું જોઈએ કારણ કે તેના પર ઘણઆ લોકોની આજીવિકા નિર્ભર છે. 

ચેન્નઈ સુપર કિંગ્સ  (CSK) તરફથી રમનાર હરભજન સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું, દર્શક મહત્વપૂર્ણ હોય છે પરંતુ જો પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય તો મને તેના વગર રમવામાં કોઈ મુશ્કેલી નથી. એક ખેલાડી તરીકે મને દર્શકોનું સમર્થન મળશે નહીં પરંતુ તેનાથી તે નક્કી થશે કે પ્રત્યેક દર્શક ટીવી પર જરૂર આઈપીએલ જોઈ શકશે. તેણે કહ્યું, અમારે દરેક વસ્તુ માટે સતર્ક રહેવું પડશે અને ખેલાડીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતામાં રાખવું પડશે. તે પણ નક્કી કરવું પડશે કે મેચ સ્થળ, ટીમ હોટલ, ઉડાન વગેરેની સારી રીતે સફાઇ કરવામાં આવી હોય. આ ઘણા લોકોની આજીવિકાનો સવાલ છે તેથી જ્યારે બધુ બરાબર થઈ જાય તો આપણે આઈપીએલનું આયોજન કરાવવું જોઈએ. 

દિલ્હીમાં યોજાનાર શૂટિંગ વિશ્વકપ કોરોનાને કારણે રદ્દઃ એનઆરએઆઈ સચિવ  

ભારતીય ક્રિકેટ બોર્ડ  (BCCI)એ આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. પરંતુ આ ઘાતક વાયરસના પ્રકોપને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉનને કારણે તેના જલદી આયોજનની સંભાવના નથી. ભારત તરફથી 103 ટેસ્ટ મેચ રમી ચુકેલા હરભજને કહ્યું, મને મેચોની કમી પડી રહી છે. મને આશા છે કે એક વર્ષ બાદમાં 17 મેચ (ફાઇનલ સહિત) રમી શકીશ. મને મેદાન પર ન જવું ખુંચી રહ્યું છે. દરેક પ્રશંસકને તેની ખોટ પડી રહી હશે. આશા છે કે આઈપીએલ જલદી થશે. ત્યાં સુધી મારે ખુદને ફિટ રાખવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news