ભારતના મહાન ક્રિકેટર વીનૂ માંકડ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ

વીનૂ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ 1946થી લઈને 1970 સુદીનો છે. વીનૂ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

ભારતના મહાન ક્રિકેટર વીનૂ માંકડ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા આઈસીસી હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને સામેલ કર્યા. આ 10 ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ 10 ખેલાડીઓને સામેલ કરવાની સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ ગઈ છે. ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વીનૂ માંકડને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પાંચ યુગોના 10 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. 

વીનૂ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ 1946થી લઈને 1970 સુદીનો છે. વીનૂ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. વીનૂ માંકડની વાત કરીએ તો તેમણે 44 ટેસ્ટ મેચ રમી. તેમા માંકડે 31.47ની એવરેજથી 2109 રન બનાવ્યા. તેમણે આ દરમિયાન 162 વિકેટ પણ ઝડપી હતી. તેઓ ડાબા હાથના સ્પિનર હતા અને તેમની ગણના ભારતના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે. 

The great Vinoo Mankad is inducted into the #ICCHallOfFame 2021 👏 pic.twitter.com/djFdwu8GS9

— ICC (@ICC) June 13, 2021

વર્ષ 1952માં લોર્ડસમાં વીનૂ માંકડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 72 અને 184 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે મેચમાં 97 ઓવર ફેંકી હતી. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં દરેક નંબર પર બેટિંગ કરનાર ત્રણ ક્રિકેટરોમાંથી એક છે. માંકડે બાદમાં ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરને કોચિંગ આપ્યુ. સુનીલ ગાવસ્કર પહેલાથી જ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ છે. 

ENG vs NZ: WTC ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડની મોટી જીત, ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું 

જે પાંચ યુગોના બે-બે ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે તે યુગોમાં પ્રારંભિક ક્રિકેટ યુગ (1918 પહેલાં), યુદ્ધ પછીનો યુગ (1918-1945), યુદ્ધ પછીનો યુગ (1946-1970), વનડે યુગ (1971-1995) અને આધુનિક યુગ (1996-2016) સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news