IPL Media Rights e-Auction: પ્રથમ દિવસનું ઓક્શન સમાપ્ત, 43 હજાર કરોડને પાર પહોંચી બોલી
IPL Media Rights Auction આઈપીએલ મીડિયા રાઇડ્સ ખરીદવાની હોડમાં જે કંપનીઓ સૌથી આગળ છે તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ-વાયકોમ, ડિઝ્ની+હોટસ્ટાર અને સોની છે. આ સિવાય ઝી ગ્રુપ પણ મીડિયા ઓક્શનમાં સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા રાઇટ્સ હાસિલ કરવા માટે ઘણી દિગ્ગજ કંપનીઓ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઇટ્સ મેળવવા માટે કંપનીઓ વચ્ચે ઓનલાઇન બોલી રવિવારે સવારે 11 કલાકે શરૂ થઈ અને સાંજે 6 કલાક સુધી ચાલી હતી. આઈપીએલ 2023-2027ની સીઝન માટે મીડિયા રાઇટ્સથી બીસીસીઆઈને મોટી કમાણી થવાની છે. પ્રથમ દિવસના ઓક્શન બાદ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પેકેજ એ અને બીની કુલ બોલી 43 હજાર 50 કરોડ સુધી પહોંચી છે.
સૂત્રો પ્રમાણે આઈપીએલના પ્રથમ બે પેકેજ એ અને બીની બોલી મળીને કુલ 100 કરોડને પાર પહોંચી ચુકી છે. એટલે કે આગામી સીઝનમાં ટૂર્નામેન્ટની એક મેચની વેલ્યૂ 100 કરોડને પાર પહોંચી ગઈ છે. પેકેજ એમાં બોલીની રકમ 55 કરોડ તો પેકેજ બીની રકમ 50 કરોડને પાર જઈ ચુકી છે. આ સમયે બોલીમાં કઈ કંપની સૌથી આગળ ચાલી રહી છે તેનો ખુલાસો થયો નથી. પરંતુ ભારતીય ઉપમહાદ્વીપમાં ડિજિટલ અને ટીવી રાઇટ્સ માટે સ્ટાર, સોની અને વાયકોમ 18 વચ્ચે ટક્કર ચાલી રહી છે. બીસીસીઆઈ દ્વારા 13 જૂને જાહેરાત કરવામાં આવશે કે કઈ કંપનીને મીડિયા રાઇડ્સનો અધિકાર પ્રાપ્ત થયો છે.
આ મીડિયા રાઇટ્સને ખરીદવાની હોડમાં જે કંપનીઓ સૌથી આગળ છે તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ-વાયકોમ, ડિઝ્ની હોટસ્ટાર, ઝી અને સોની, ડ્રીમ 11, સ્કાઈ સ્પોર્ટ્સ (બ્રિટન), સુપરસ્પોર્ટ્સ (સાઉથ આફ્રિકા) સિવાય ફેનકોડ અને ફનએશિયા સામેલ છે, જે દેશી-વિદેશી ટીવી અને ડિજિટલ રાઇટ્સ હાસિલ કરવાની રેસમાં છે. આઈપીએલની આગામી પાંચ સીઝન એટલે કે 2023થી લઈને 2027 સુધી મીડિયા રાઇટ્સનું ઈ-ઓક્શન ચાલી રહ્યું છે.
મીડિયા રાઇટ્સ દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડને હજારો કરોડ રૂપિયાની આવક થવાની આશા છે. આઈપીએલ વિશ્વની સૌથી પ્રસિદ્ધ ક્રિકેટ લીગ છે. આમ તો મીડિયા રાઇટ્સ હાસિલ કરવાની રેસમાં પહેલા એમેઝોન, ફેસબુક અને ગૂગલ પણ સામેલ હતા, પરંતુ તેણે પોતાના નામ પરત લઈ લીધા હતા. હવે આવતીકાલે ઓક્શનના બીજા દિવસ બાદ જ ખ્યાલ આવશે કે બીસીસીઆઈને મીડિયા રાઇટ્સ દ્વારા કેટલા રૂપિયા મળવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે