શનિવારે કરેલા આ ઉપાયો દુર કરે છે શનિ દોષ, જીવનમાં આવેલી સમસ્યાઓ થાય છે દુર
Shanivar Totke: જો કુંડલીમાં શનિ દોષ હોય અથવા તો શનિ ગ્રહ નબળો અથવા પનોતી કે સાડાસાતી ચાલતી હોય ત્યારે તેના અશુભ ફળ ભોગવવા પડે છે. આવી સ્થિતિમાં શનિ દોષ દુર કરવા અને શનિ ગ્રહની અશુભ અસરોને દુર કરવા કેટલાક ઉપાયો કરી શકાય છે. તેને કરવાથી શનિ દોષ દુર કરી શકાય છે.
Trending Photos
Shanivar Totke: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તન અને કુંડળીમાં તેમની સ્થિતિના કારણે વ્યક્તિના જીવનમાં સુખ-દુઃખ આવતા જોવા મળે છે. ગ્રહોના ગોચરના કારણે અલગ અલગ લોકો પર અલગ અલગ અસર જોવા મળે છે. તેમાં પણ શનિ ગ્રહ સંબંધિત અસરો જાતકનુ જીવન બદલી શકે છે. જો કુંડલીમાં શનિ દોષ હોય અથવા તો શનિ ગ્રહ નબળો અથવા પનોતી કે સાડાસાતી ચાલતી હોય ત્યારે તેના અશુભ ફળ ભોગવવા પડે છે. આવી સ્થિતિમાં શનિ દોષ દુર કરવા અને શનિ ગ્રહની અશુભ અસરોને દુર કરવા કેટલાક ઉપાયો કરી શકાય છે. તેને કરવાથી શનિ દોષ દુર કરી શકાય છે.
આ પણ વાંચો:
- શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવાથી કુંડળીના દોષ દૂર થઈ શકે છે. શનિ સંબંધિત દોષ દૂર કરવા માટે આ દિવસે કાળા તલ, કાળા વસ્ત્ર, ધાબળા વગેરેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જાતકને શુભ ફળ મળે છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રત્ન ધારણ કરવાથી કુંડળીના દોષ પણ દૂર થાય છે. જાણકાર વ્યક્તિની સલાહ સાથે તમે નિલમ ધારણ કરી શકો છો. તેને ધારણ કરવાથી શનિ દોષ દુર થાય છે.
- શનિદેવની સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. જો તમે શનિદોષને દૂર કરવા માંગો છો તો પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સાથે જ જળ અર્પણ કરો. આ સિવાય ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે.
- મહાદેવની પૂજા કરવાથી પણ તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. શનિ દોષ દૂર કરવો હોય તો શનિવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વખત કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે