Shadashtak Yog: 27 જુલાઈથી શનિ અને શુક્ર બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિઓ પર ઘેરાશે સંકટના વાદળ

Shadashtak Yog: ષડાષ્ટક યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એકબીજાથી 150 ડિગ્રીની દુરી પર સ્થિત હોય. શનિવાર અને 27 જુલાઈ 2024 ના રોજ ધન, ઐશ્વર્ય અને વૈભવ આપનાર ગ્રહ શુક્ર કર્મ ફળના દાતા શનિ સાથે આ વિશેષ યોગ બનાવશે. 

Shadashtak Yog: 27 જુલાઈથી શનિ અને શુક્ર બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિઓ પર ઘેરાશે સંકટના વાદળ

Shadashtak Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ષડાષ્ટક યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એકબીજાથી 150 ડિગ્રીની દુરી પર સ્થિત હોય. શનિવાર અને 27 જુલાઈ 2024 ના રોજ ધન, ઐશ્વર્ય અને વૈભવ આપનાર ગ્રહ શુક્ર કર્મ ફળના દાતા શનિ સાથે આ વિશેષ યોગ બનાવશે. જ્યોતિષ શાસ્ત્રમાં ષડાષ્ટક યોગને અશુભ માનવામાં આવે છે. 

ષડાષ્ટક યોગ બને છે ત્યારે તેની અસર દરેક રાશિના લોકો પર પડે છે. આ વખતે શનિ અને શુક્ર જે ષડાષ્ટક યોગ બનાવશે તેની અસર પણ દરેક રાશિ પર થશે. પરંતુ ખાસ તો 3 રાશિના લોકોએ 27 જુલાઈથી સંભાળીને રહેવું પડશે. કારણ કે તેમના પર ષડાષ્ટક યોગના કારણે સંકટના વાદળ ઘેરાઈ શકે છે. આ રાશિના લોકો પર શનિ અને શુક્રનો આ યોગ નકારાત્મક અસર કરી શકે છે. 

શુક્ર-શનિના ષડાષ્ટક યોગની રાશિઓ પર અસર

મેષ રાશિ - શુક્ર અને શનિના ષડાષ્ટક યોગની મેષ રાશિ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. નોકરી કરતા લોકોના કાર્યોમાં સમસ્યા આવી શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે પરંતુ પ્રમોશન અટકી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં બાધા આવી શકે છે. વેપારીઓની આવકમાં ઘટાડો થશે. ધન હાનિ થઈ શકે છે. માનસિક ચિંતા વધી શકે છે. 

કન્યા રાશિ - કન્યા રાશિના જાતકો પર શુક્ર અને શનિનો ષડાષ્ટક યોગ નકારાત્મક પ્રભાવ પાડશે. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને નુકસાન થઈ શકે છે. આર્થિક તંગીની જીવન પર અસર જોવા મળશે. કરજ ચુકવવાનું ટેન્શન વધી શકે છે. શારીરિક નબળાઈ કે રોગનો પ્રકોપ વધી શકે છે.

ધન રાશિ - ધન રાશિના જાતકો પર પણ શુક્ર-શનિનો ષડાષ્ટક યોગ નેગેટિવ અસર કરી શકે છે. આર્થિક અસ્થિરતા અને મંદી વધી શકે છે. ખર્ચના કારણે ધનહાનિ થઈ શકે છે. નોકરીમાં અસુરક્ષા વધશે. ચિંતા અને માનસિક તણાવ વધશે. પારિવારિક જીવનમાં ઉથલપાથલ સર્જાઈ શકે છે. વૈવાહિક જીવનમાં સ્ટ્રેસ વધી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news