November Grah Gochar 2023: 5 ગ્રહોના મહાગોચરથી બદલી જાશે આ લોકોનું ભાગ્ય, અચાનક ચારેતરફથી થશે ધનલાભ

November Grah Gochar 2023: નવેમ્બર મહિનામાં એક-બે નહીં પરંતુ પાંચ ગ્રહોએ પોતાની ચાલ બદલી છે. ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે 12 રાશિઓ પર તેની શુભ અને અશુભ અસર પડશે. કારણ કે આ તમામ ગ્રહોનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. ગ્રહોની રાશિમાં થયેલા ફેરફારોના કારણે કેટલીક રાશિઓને ખૂબ જ ફાયદો થવાનો છે. 

November Grah Gochar 2023: 5 ગ્રહોના મહાગોચરથી બદલી જાશે આ લોકોનું ભાગ્ય, અચાનક ચારેતરફથી થશે ધનલાભ

November Grah Gochar 2023: આ વર્ષે નવેમ્બર મહિનો ગ્રહ ગોચર અને તહેવારોના કારણે ખાસ રહેવાનો છે.  આ મહિનામાં ગ્રહ ગોચરની સાથે દિવાળી પણ ઉજવાશે. નવેમ્બર મહિનામાં એક-બે નહીં પરંતુ પાંચ ગ્રહોએ પોતાની ચાલ બદલી છે. ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે 12 રાશિઓ પર તેની શુભ અને અશુભ અસર પડશે. કારણ કે આ તમામ ગ્રહોનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. ગ્રહોની રાશિમાં થયેલા ફેરફારોના કારણે કેટલીક રાશિઓને ખૂબ જ ફાયદો થવાનો છે. 

નવેમ્બર મહિનામાં શનિદેવ માર્ગી અવસ્થામાં ગતિ કરશે. આ સિવાય કયા ગ્રહોનું નવેમ્બર મહિનામાં ગોચર થશે અને તેનાથી કઈ કઈ રાશિને લાભ થશે ચાલો તે પણ જણાવીએ તમને.

નવેમ્બર મહિનામાં ગ્રહ ગોચર

નવેમ્બર મહિનામાં સૂર્ય, શનિ, શુક્ર, બુધ અને મંગળનું રાશિ પરિવર્તન થશે. વૃશ્ચિક રાશિમાં બુધ, મંગળ અને સૂર્યનો સંયોગ થવાનો છે. આ કારણે ત્રિગ્રહી યોગ બનશે.

શુક્રનું ગોચર

આ મહિનામાં સૌંદર્ય, વૈભવ, સંપત્તિ અને સુખનો કારક ગ્રહ શુક્ર સાથે ગોચર કરશે. 3 નવેમ્બરે સવારે 5.24 કલાકે શુક્રએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. અને 30 નવેમ્બરે સવારે 1:14 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે.

શનિ માર્ગી

4 નવેમ્બરે બપોરે 12:31 કલાકે શનિ ગ્રહ કુંભ રાશિમાંથી માર્ગી થયો છે. 

બુધનું ગોચર

6 નવેમ્બરે સાંજે 4:32 કલાકે બુધ ગ્રહે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે તે 27મી નવેમ્બરે સવારે 6.02 કલાકે ધન રાશિમાં પ્રવેશ કરશે.

મંગળનું ગોચર

મંગળ ગ્રહ 16 નવેમ્બરે સવારે 11:04 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્ય ગોચર

તમામ ગ્રહોના રાજા સૂર્ય 17 નવેમ્બરે સવારે 1:30 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં બુધ અને મંગળ સાથે સૂર્યની યુતિથી ત્રિગ્રહી યોગ સર્જાશે. 

આ રાશિના જાતકોને થશે લાભ 

નવેમ્બરમાં થઈ રહેલું ગ્રહ ગોચર મેષ, વૃષભ, તુલા, કર્ક અને કુંભ રાશિ માટે ફાયદાકારક અસર કરશે. આ રાશિના લોકોને નોકરીમાં લાભ મળશે. વેપાર કરતા લોકોને ફાયદો થશે. પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news