જાણો પૂજા કરતી વખતે સૌથી પહેલા શા માટે કરવામાં આવે છે ઘીનો દીવો? દીવો કઈ દિશામાં રાખવો તે જાણવું પણ છે જરૂરી
Vastu Tips: સવારે દીવો થાય છે ત્યારબાદ સાંજના સમયે તુલસીના છોડ પાસે પણ ઘીનો દીવો કરવામાં આવે છે. કેટલાક લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાની સામે પણ રોજ ઘીનો દીવો કરે છે.
Trending Photos
Vastu Tips: હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની નિયમિત પૂજા કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દરેક ઘરમાં દેવી-દેવતાઓની સવારે પૂજા કરવામાં આવે છે. તેમને કંકુ ચોખા થી ચાંદલો કરવામાં આવે છે અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. સવારે પૂજાની સાથે સાંજના સમયે તુલસીના છોડ પાસે પણ ઘીનો દીવો કરવામાં આવે છે. કેટલાક લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાની સામે પણ રોજ ઘીનો દીવો કરે છે. દીવો કરવા માટે તેલનો ઉપયોગ પણ થાય છે પરંતુ મોટાભાગે ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેની પાછળ પણ ખાસ કારણ છે.
આ પણ વાંચો:
ઘીનો દીવો કરવાનું કારણ
દેવી-દેવતાઓ સમક્ષ દીવો કરવાથી તેઓ પ્રસન્ન રહે છે. સાથે જ ઘરમાં દીપક પ્રજવલિત કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને વાતાવરણ શુદ્ધ થાય છે. સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીવો કરવાથી માતા લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે અને વાસ્તુદોષ દૂર થાય છે.
ઘરમાં પૂજા કરતી વખતે ઘી અને તેલ બંનેથી દીવો કરી શકાય છે. પરંતુ બંને માટેના નિયમ અલગ અલગ છે જેનું પાલન થવું પણ જરૂરી છે. જેમકે તમે ઘીનો દીવો કરો તો તે ભગવાનની જમણી તરફ હોવો જોઈએ. જ્યારે તેલનો દીવો ભગવાનની ડાબી તરફ રાખવો જોઈએ.
આ સાથે જ હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ અને શનિદેવ માટે સરસવના તેલમાંથી દીવો કરવો શુભ માનવામાં આવે છે. દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે ગાયના ઘી નો દીવો કરવો જોઈએ. દીવો કરવા માટે ગાયનું ઘી સર્વોત્તમ માનવામાં આવે છે.
કઈ દિશામાં કરવો દીવો ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દીવો કઈ દિશામાં રાખવામાં આવે છે તે પણ ખૂબ મહત્વનું હોય છે. ખોટી દિશામાં દીવો કરવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. ઘરમાં દીવો હંમેશા પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે