છઠ પૂજામાં મહિલાઓ સેંથાથી નાક સુધી લાંબું સિંદૂર લગાવે છે, બહુ જ ફાયદાની છે આ પ્રથા

લોક આસ્થાના મહાપર્વ છઠ (Chhath Puja 2019) ના ચાર દિવસીય તહેવારના બીજી દિવસે શુક્રવારે ખરનાની સાથે જ સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો છે. આ સાથે જ વ્રત કરનારાઓનું 36 કલાકનો નિર્જળા ઉપવાસ શરૂ થયો છે. ગુજરાતની મોટાભાગની નદીઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. નદી કિનારે વ્રતી સ્નાન કરીને માટીના બનેલા ચૂલામાં ગોળની ખીર અને રોટલી બનાવીને પૂજા કરે છે. 

છઠ પૂજામાં મહિલાઓ સેંથાથી નાક સુધી લાંબું સિંદૂર લગાવે છે, બહુ જ ફાયદાની છે આ પ્રથા

અમદાવાદ :લોક આસ્થાના મહાપર્વ છઠ (Chhath Puja 2019) ના ચાર દિવસીય તહેવારના બીજી દિવસે શુક્રવારે ખરનાની સાથે જ સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો છે. આ સાથે જ વ્રત કરનારાઓનું 36 કલાકનો નિર્જળા ઉપવાસ શરૂ થયો છે. ગુજરાતની મોટાભાગની નદીઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. નદી કિનારે વ્રતી સ્નાન કરીને માટીના બનેલા ચૂલામાં ગોળની ખીર અને રોટલી બનાવીને પૂજા કરે છે. 

નાક સુધી લાંબો સિંદૂર લગાવે છે મહિલાઓ
આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી થશે. આજે સાંજે સૂર્યદેવને અર્ધ્ય આપવામાં આવશે. ત્યારબાદ સપ્તમીના સૂર્યોદય દરમિયાન સૂર્ય દેવને ફરી અર્ધ્ય આપવામાં આવશે. આ તહેવારને વ્રતનો તહેવાર પણ કહેવામાં આવે છે. છઠ પૂજામાં શારીરિક અને માનસિક શુદ્ધતાની કાળજી રાખવામાં આવે છે. છઠ માતાની પૂજા દરમિયાન મહિલાઓ સેંથામાં સિંદૂર લગાવે છે, જે નાક સુધી લાંબો હોય છે. સિંદૂરને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન મહિલાઓ પીળા રંગનું અને ઘાટું સિંદૂર લગાવે છે. માનવામાં આવે છે કે, આમ કરવાથી તેમના પર છઠ માતાની કૃપા રહે છે અને તેમનું સૌભાગ્ય અખંડ રહે છે. એવું કહેવામાં આવે છે કે સિંદૂર જેટલું લાંબું હોય છે પતિની ઉંમર તેટલી જ વધુ હોય છે. 

छठ महापर्व: खरना के साथ 36 घंटे का निर्जला उपवास शुरू, आज पहला अर्घ्य

અમદાવાદમાં છઠ પૂજાનું આયોજન
છઠ પૂજાનું મહત્વ સૌથી વધુ ઉત્તર ભારતમાં જોવા મળે છે. UP- બિહાર, ઝારખંડમાં છઠ પૂજાનું સૌથી વધુ મહત્વ છે. અમદાવાદમાં પણ ઈન્દિરા બ્રિજ પાસે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વસતા તમામ બિહારી અને ઝારખંડના લોકો મોટી સંખ્યામાં છઠ પૂજા કરશે. છઠપૂજામાં આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનો વિશેષ મહાત્મ્ય છે અને છઠપૂજા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો ઇન્દિરાબ્રિજ ખાતે ઉમટી પડતા હોય છે. છઠપૂજા સમન્વય સમિતિ દ્વારા છઠપૂજાને લઈને ઘાટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 

ફારુક એન્જિનિયરના ચા પિરસવાના નિવેદન પર અનુષ્કાએ આપ્યો જડબાતોડ જવાબ

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ન્હાય-ખાયની સાથે જ ચાર દિવસ સુધી ચાલનારા લોક આસ્થાના મહાપર્વ છઠની શરૂઆત થઈ ગઈ છે. છઠને લઈને નદીઓ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news