Glowing skin: ચહેરા પર 10 મિનિટમાં દેખાશે નિખાર, ઘરે બનાવેલા આ 3 ફેસપેકનો કરો ઉપયોગ
Glowing skin:ત્વચા પર ખીલ ડાઘ જેવી સમસ્યાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિ ઘણી વખત ત્વચાની યોગ્ય સંભાળ ન કરવાના કારણે પણ સર્જાય છે. એક વખત ત્વચા ડેમેજ થઈ જાય તો તેને રીપેર કરવામાં હજારોનો ખર્ચ થાય છે. આવું ન થવા દેવું હોય તો શરૂઆતથી જ ત્વચા પર ખાસ ધ્યાન આપવું.
Trending Photos
Glowing skin : થાક, પ્રદૂષણ અને પોષણના અભાવના કારણે ત્વચાની ચમક ધીરે ધીરે ઘટવા લાગે છે. ત્વચા પર ખીલ ડાઘ જેવી સમસ્યાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિ ઘણી વખત ત્વચાની યોગ્ય સંભાળ ન કરવાના કારણે પણ સર્જાય છે. એક વખત ત્વચા ડેમેજ થઈ જાય તો તેને રીપેર કરવામાં હજારોનો ખર્ચ થાય છે. આવું ન થવા દેવું હોય તો શરૂઆતથી જ ત્વચા પર ખાસ ધ્યાન આપવું.
ત્વચાની સંભાળ રાખવા માટે અને ત્વચા પર નિખાર જાળવી રાખવા માટે તમે ત્રણ હોમમેડ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. આ ફેસપેકનો ઉપયોગ કરશો તો ચહેરા પર થોડા જ અઠવાડિયામાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે.. આ ફેસપેક ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા ડેમેજ થઈ હોય તો તે રીપેર પણ થાય છે. આ ફેસપેકથી કોઈપણ પ્રકારની આડઅસર પણ થતી નથી. તો ચાલો તમને જણાવીએ એવી કઈ ત્રણ વસ્તુઓ છે જેને ચહેરા પર અપ્લાય કરવાથી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવ્યા વિના ત્વચાની સુંદરતા જળવાઈ રહેશે.
ઓટમીલ અને હની
ઓટમીલ સાથે હનીને મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરો. તેના માટે બે ચમચી ઓટમીલમાં, બે ચમચી મધ ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરી પાંચથી સાત મિનિટ ત્વચા પર મસાજ કરો. પાંચ મિનિટ સુધી તેને રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો. દિવસમાં બે વખત આ સ્ક્રબનો ઉપયોગ કરશો એટલે ત્વચાની ડેડ સ્કિન નીકળી જશે.
ચોખાનો ફેસપેક
ચોખાની મદદથી પણ તમે સ્કીનને હેલ્ધી રાખી શકો છો. ચોખાનો ફેસપેક લગાડવાથી ત્વચાની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેના માટે ચોખાને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી તેને પીસી લો. હવે પીસેલા ચોખાની પેસ્ટમાં થોડું દૂધ મિક્સ કરીને આ પેસ્ટને ગરદન પર અપ્લાય કરો. આ પેસ્ટનો ઉપયોગ ચહેરા પર પણ કરી શકાય છે. તેનાથી ડાર્ક થયેલી સ્કીનનો ટોન લાઈટ થઈ જાય છે.
હળદર
હળદરને ચહેરા પર અપ્લાય કરવાની નથી પરંતુ તેને પાણીમાં ઉમેરીને સ્ટીમ લેવાની છે. એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હળદરને પાણીમાં ઉમેરી તેનાથી સ્ટીમ લેવામાં આવે તો સ્કીનની અંદર જામેલી ગંદકી પણ સાફ થઈ જાય છે. તેના માટે એક મોટા વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં બે ચમચી હળદર મિક્સ કરી દો. હવે પાણી બરાબર ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરીને તેને કોઈ એવી જગ્યાએ રાખો જ્યાં તમે બેસી શકો. ત્યાર પછી ટુવાલની મદદથી ફેસને કવર કરી પાંચ મિનિટ સુધી સ્ટીમ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે