વરસાદની બીક, સૂર્યગ્રહણના ઓછાયા હેઠળ શરૂ થશે નવરાત્રિ, પણ છતાં તમારા માટે છે એક મજા પડે તેવા સમાચાર
આ વખતે તો વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ શારદા નવરાત્રિના પહેલા દિવસે જ લાગવા જઈ રહ્યું છે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન વરસાદની પણ આગાહી કરાઈ છે. આવામાં લોકોના મનમાં અનેક સવાલો પણ છે તો જાણીએ આ અંગે વિગતો.
Trending Photos
નવરાત્રિ નજીક છે પરંતુ આ વખતે નવરાત્રિ પર વરસાદ અને સૂર્યગ્રહણની બીક પણ છે. ધર્મ શાસ્ત્રોમાં ગ્રહણને એક અશુભ ઘટના ગણવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય થતું નથી. પરંતુ આ વખતે તો વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ શારદા નવરાત્રિના પહેલા દિવસે જ લાગવા જઈ રહ્યું છે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન વરસાદની પણ આગાહી કરાઈ છે. આવામાં લોકોના મનમાં અનેક સવાલો પણ છે તો જાણીએ આ અંગે વિગતો.
ક્યારથી શરૂ થઈ રહી છે નવરાત્રિ
નવરાત્રિ આ વખતે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રહેશે. એટલે કે પૂરા 10 દિવસ. છે ને મજાની વાત. બે ત્રીજ હોવાના કારણે આ વખતે 3 ઓક્ટોબરથી લઈને 12 ઓક્ટોબર સુધી નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. એટલે એક દિવસ વધું ખેલૈયાઓને રમવા માટે મળશે.
ગ્રહણનો ઓછાયો
આ વખતે નવરાત્રિ પર ગ્રહણનો પણ ઓછાયો પડી રહ્યો છે. ત્યારે એવું પણ થાય કે શું થશે. વર્ષનું આ બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસની રાતે શરૂ થશે અને 3 ઓક્ટોબરના રોજ સવારે પૂરું થશે. 3 ઓક્ટોબરથી જ નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. આ દિવસે ઘટસ્થાપના પણ કરાય છે અને તેની સાથે નવરાત્રિની શરૂઆત થાય છે. અત્રે જણાવવાનું કે સૂર્યગ્રહણથી 12 કલાક પહેલા સૂતક કાળ લાગે છે અને ત્યારબાદ પૂજાપાઠ જેવા કોઈ કાર્યો થતા નથી. આવામાં લોકોના મનમાં પણ ઘણી દુવિધાઓ છે.
જો કે તમને જણાવી દઈએ કે ગ્રહણથી ડરવાની જરાય જરૂર નથી કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે કોઈ બાધા નડશે નહીં. આ સૂર્યગ્રહણ કંકણાકાર સૂર્યગ્રહણ હશે. બુધવારે રાતે કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં આ ખગ્રાસ એટલે કે કંકણાકાર સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ દક્ષિણ અમેરિકાની દક્ષિણ બાજુએ આવેલા દેશો જેમ કે દક્ષિણ ચીલી, આર્જેન્ટિનામાં જોવા મળશે. ભારતકીય સમય મુજબ જોઈએ તો ગ્રહણ રાતે 9.14 વાગે શરૂ થશે અને સવારે 3.17 વાગે પૂરું થશે. ગ્રહણ જોવા જ ન મળે તો સૂતક કાળ પણ માન્ય ગણાતો નથી. નવરાત્રિની વાત કરીએ તો બુધવારે 2 તારીખે રાતે 12.19 વાગ્યા સુધી અમાસ છે અને ત્યારબાદ પડવો શરૂ થાય છે એટલે કે નવરાત્રિની શરૂઆત.
આવામાં નવરાત્રિમાં પણ ઘટસ્થાપનાને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને આરામથી નવરાત્રિની શરૂઆત કરજો.
ઘટસ્થાપનાના શુભ મુહૂર્ત
વૈદિક પંચાંગ મુજબ શારદા નવરાત્રિના દિવસે ઘટસ્થાપના એટલે કે કળશ સ્થાપના માટે બે શુભ મુહૂર્ત બની રહ્યા છે. 3 ઓક્ટોબરના રોજ સવારે 5.07 મિનિટ પર કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત બને છે. જો આ મુહૂર્તમાં ઘટસ્થાપના ન થાય તો સવારે 11.52 કલાકથી લઈને બપોરે 12.40 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે.
વરસાદની આગાહી
બીજી બાજુ રાજ્યમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોમ્બર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમૂકબભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓકરોમબર દરમિયાન અરબી સમૃદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાત નું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓકરબાર સુધીમાં આ સાયકલોન ચક્રવાત મા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાત ની અસર સૌરાષ્ટ્ર સહિત ના ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે