Lifehacks: જોરદાર છે આ સ્પ્રેની ટ્રીક... પ્રેસ કરવાની ઝંઝટ વિના કપડા પરની કરચલીઓ કરે છે દુર
Lifehacks: જો તમે આ ટ્રીક અપનાવશો તો તમારે કપડા પર પડેલી કરચલીઓ દુર કરવા માટે તેના પર ઈસ્ત્રી કરવાની મહેનત નહીં કરવી પડે. તમે એક સ્પ્રેની મદદથી પણ કપડાની ક્રીઝને બરાબર કરી શકો છો.
Trending Photos
Lifehacks: કપડાને ધોઈને જ્યારે નિચોવવામાં આવે છે તો તેમાં કરચલીઓ પડી જાય છે. આ સિવાય કપડાને જ્યારે કબાટમાં પડ્યા રહે છે ત્યારે પણ તેના પર કરચલીઓ પડી જાય છે. આવી કરચલીઓને દુર કરવા માટે લોકો કપડાને પ્રેસ કરતા હોય છે. પરંતુ ક્યારેક એવું બને કે પ્રેસ કરવા માટે ઈસ્ત્રી ન હોય અને કપડાની ક્રીઝ બરાબર કરવી હોય. આ સ્થિતિમાં તમને આ નુસખો કામ લાગશે. આ ટ્રીકથી પ્રેસ વિના કપડાની ક્રીઝ બરાબર થઈ જશે અને વધારે સમય પણ નહીં લાગે.
સૌથી પહેલા તૈયાર કરો ખાસ મિશ્રણ
સૌથી પહેલા એક કપ પાણી લેવું અને તેમાં અડધી ચમચી વાઈટ વિનેગર અને અડધી ચમચી હેર કંડીશનર મિક્સ કરો. આ સોલ્યુશનમાં કંડીશનર સૌથી મહત્વનું છે. કંડીશન કપડામાં ફાઈબરને બદલે છે. તેનાથી કરચલીઓ સીધી થવા લાગે છે.
કેવી રીતે કરવો આ મિશ્રણનો ઉપયોગ ?
તૈયાર કરેલા મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી બરાબર શેક કરો. આમ કરવાથી કંડીશનર પાણીમાં મિક્સ થઈ જશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે. સ્પ્રેને કપડા પર છાંટી અને હેંગરમાં થોડીવાર લટકાવી દો. જ્યારે તે સુકાઈ જશે તો તમે જોશો કે બધી જ કરચલીઓ દુર થઈ ગઈ છે.
- આ મિશ્રણ સિવાય તમે કપડાની ક્રીઝ ઠીક કરી શકો છો. તેના માટે ગરમ પાણીથી શાવર લેતા હોવ ત્યારે કપડાને બાથરુમમાં હેંગરમાં લટકાવી રાખી દો. ગરમ શાવરની સ્ટીમથી પણ કપડાની ક્રીઝ દુર થઈ જશે.
- રાત્રે કપડાને પ્રોપર ઘળી કરી તકીયા કે ગાદલા નીચે રાખી દો. સવાર સુધીમાં કપડા પ્રેસ કર્યા હોય તેવા થઈ જશે.
- આ ઉપાય સિવાય તમે ડ્રાયરની મદદથી પણ કપડાની કરચલીઓ દુર કરી શકો છો. તેના માટે કપડાને હેંગરમાં લગાવી થોડા ભીના કરી જેના પર ડ્રાયર કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે