દમણ તો ઘણું ફર્યા...પણ નજીક આવેલું આ સ્થળ જોયું છે ખરા? વીકેન્ડમાં ફરવા માટે જબરદસ્ત સ્થળ
શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસુ કોઈ પણ ઋતુ માટે આપણે ફરવાની નીત નવી જગ્યાઓ શોધી લઈએ. આજે અમે તમારા માટે એક એવું સરસ ફરવાનું સ્થળ લઈને આવ્યા છીએ કે વાત ન પૂછો. ગુજરાતીઓને આ સ્થળ ખુબ ગમે છે પણ ખરા અને ફરવા માટે બહુ દૂર પણ નહીં જવું પડે.
Trending Photos
આપણે ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોઈએ છીએ. રજાઓ પડી નથી કે આપણે ફરવાના મૂડમાં આવી જઈએ. શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસુ કોઈ પણ ઋતુ માટે આપણે ફરવાની નીત નવી જગ્યાઓ શોધી લઈએ. આજે અમે તમારા માટે એક એવું સરસ ફરવાનું સ્થળ લઈને આવ્યા છીએ કે વાત ન પૂછો. ગુજરાતીઓને આ સ્થળ ખુબ ગમે છે પણ ખરા અને ફરવા માટે બહુ દૂર પણ નહીં જવું પડે.
ક્યાં આવેલું છે આ સ્થળ
હેક્ટિક લાઈફમાંથી રાહત મેળવવા, વીકેન્ડમાં શાંતિ મેળવવા કે પછી કુદરતની મજા માણવાની ઈચ્છા હોય તો આ સ્થળ પર જઈને આરામ ફરમાવી શકાય છે. આ સ્થળ દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. અરબ સાગરને કનારે આવેલા ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીનું મુખ્યમંથક સેલવાસ છે. જ્યાંથી મુંબઈ પણ નજીક છે. આ સ્થળ વિશે પણ જાણવા જેવું છે. આ પ્રદેશ 1954 સુધી પોર્ટુગીઝ શાસન હેઠળહતો. દમણ અને દીવની જેમ અહીં પણ તમને અનેક બાંધકામ પોર્ટુગીઝ શાસનની યાદ અપાવશે. દમણથી 12-13 કિમીના અંતરે છે. સ્વતંત્ર થયા બાદ 1961માં આ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયો હતો. દાદરા અને નગર હવેલીનું પાટનગર સેલવાસ છે.
અહીં ધોડિયા અને કુકણાં જાતિના લોકો વધારે છે. મહારાષ્ટ્ર નજીક હોવાના કારણે મરાઠી ભાષી પણ છે. પણ આમ છતાં સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે. આમ તો તેની નજીક આવેલું દમણ વધુ પ્રખ્યાત છે પણ હવે ધીરે ધીરે સેલવાસ પણ પ્રવાસીઓમાં ખ્યાતિ મેળવવા લાગ્યું છે.
દાદરા નગર હવેલીના ફરવા લાયક સ્થળો
દાદરા નગર હવેલીના ફરવા લાયક સ્થળોની વાત કરીએ તો સેલવાસ, દૂધની ડેમ, દમણ ગંગા નદી, મધુબન ડેમ, અને વાણગંગા ઝીલ બાગનો સમાવેશ થાય છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં તમને શાંતિ અને તાજગીનો પૂરેપૂરો અહેસાસ થશે. કુદરતના ખોળે ખેલવું ગમતું હોય તો તમને આ જગ્યા ગમશે. હવે થોડું સેલવાસ વિશે જાણીએ.
પાટનગર છે સેલવાસ
દાદરા અને નગર હવેલીનું પાટનગર સેલવાસ છે. અહીં તમને પિકનિક સ્પોટથી માંડીને નેચર પોઈન્ટ, વોટર રાઈડ વગેરે સુવિધાઓ જોવા મળશે. સુંદર ગાર્ડન પણ છે જેનું નામ લેન્ડ ઓફ ઓલ સીઝન્સ દાદરા પાર્ક છે જે વાણગંગા તરીકે ઓળખાય છે. સેલવાસથી પાંચ કિમી દૂર વાણગંગા લેક ગાર્ડન પણ છે. જે નેચર લવર માટે બેસ્ટ સ્થળ છે. કદમાં મોટો એવો આ પાર્ક એક ટાપુ જેવો છે. જે જાપાની શૈલીના પુલ સાથે જોડાયેલો છે. અહીં અનેક બોલીવુડ ફિલ્મોનું શુટિંગ પણ થયેલું છે.
બીજો એક ગાર્ડન છે હિરવાવન ગાર્ડન જે અહીંના આદીવાસીઓની દેવીના નામ પરથી છે. પોર્ટુગલ સમનું ચર્ચ પણ છે જે પોર્ટુગીઝ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. જંગલો પણ મોટા પાયે છે. જેથી વન્યસૃષ્ટિ પણ છે. સતમલિયા નામનું અભ્યારણ્ય છે. જ્યાં સાંભર, ચિત્તા, નીલગાય છે. એવું પણ કહેવાય છે કે ટુરિસ્ટોને આકર્ષવા માટે અહીં જૂનાગઢથી એશિયાટિક લાયન પણ લવાયા છે.
જ્યોર્તિલિંગ, ખાનવેલ
બાર જ્યોતિર્લિંગમાંથી એક ત્રંબકેશ્વર અહીંથી 90 કિમી દૂર છે. જો વધુ સમય હોય તો તમે જઈ શકો છો. સેલવાસથી 20થી 25 કિમી દૂર ખાનવેલ આવેલું છે. મુંબઈ અને ગુજરાતથી અનેક લોકો અહીં વીકેન્ડમાં આવે છે.
દૂધની લેક
સેલવાસથી 20 કિમી દૂર દૂધની લેક આવેલો છે. અહીં કાશ્મીરમાં દાલ લેકમાં નૌકાવિહાર જેવી મજા માણી શકશો. કેટલાક તેને કાશ્મીર ઓફ ધ વેસ્ટ તરીકે પણ સંબોધે છે. ઉનાળામાં ભારે ભીડ રહે છે.
મધુબન ડેમ
આ પણ અહીંનું એક સ્ટાર અટ્રેક્શન કહી શકાય છે. દમણગંગા નદી પર બનાવવામાં આવેલા આ ડેમમાં વોટર સ્પોર્ટ્સની સેવાઓ છે. જેમાં સ્પીડ બોટ, પેસેન્જર બોટ, વોટર સ્કૂટર, એક્વા બાઈક વગેરે છે. લક્ઝુરિયસ ટેન્ટની પણ સુવિધા છે. જેની બાજુમાં કાઉચા કરીને એક જગ્યા છે જ્યાં નેચર લવર માટે પરફેક્ટ ગેટવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે