Skin Care Routine: રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ તેલ, સ્કિન ટાઈટ થવા સહિત થશે આ 5 ફાયદા

Skin Care Routine: ઓલિવ ઓઈલ એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે જેના કારણે ત્વચા ડ્રાય અને બેજાન નહીં દેખાય. વિટામિન ઈ અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર ઓલિવ ઓઈલ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

Skin Care Routine: રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ તેલ, સ્કિન ટાઈટ થવા સહિત થશે આ 5 ફાયદા

Skin Care Routine: રાત્રે સુતા પહેલા ત્વચાને સારી રીતે સાફ કરવી અને મોઈશ્ચુરાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. પરંતુ મોટાભાગના લોકો નાઈટ સ્કિન કેર રૂટીનને મહત્વ આપતા નથી. જેના કારણે ત્વચાને જરૂરી પોષણ રાત્રે મળતું નથી અને ત્વચા ડેમેજ થવા લાગે છે. 

રાત્રે ત્વચાને સાફ કરીને જો તમે ફક્ત ઓલિવ ઓઈલ પણ અપ્લાય કરી લો છો તો તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. વર્ષોથી સૌંદર્ય નિખાર માટે ઓલિવ ઓઈલને ઉપયોગમાં લેવાય છે. વિટામિન ઈ અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર ઓલિવ ઓઈલ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. રાત્રે ચહેરા પર ઓલિવ ઓઇલ લગાડીને મસાજ કરવાથી ત્વચાને કેટલા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.  

ઓલિવ ઓઈલથી ત્વચાને થતા ફાયદા 

- ઓલિવ ઓઈલ એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે જેના કારણે ત્વચા ડ્રાય અને બેજાન નહીં દેખાય. 

- ઓલિવ ઓઈલમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર હોય છે જે ચહેરા પર પડતી કરચલીઓ અને ફાઈનલાઇન્સને ઘટાડવામાં મદદ કરે છે તે ત્વચાને સોફ્ટ અને લચકદાર બનાવે છે. 

- ઓલિવ ઓઈલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે ખીલને ઘટાડવામાં મદદ કરે છે. 

- ઓલિવ ઓઈલ નેચરલ મેકઅપ રીમુવર પણ છે તેના વડે જો તમે મશકારા અને આયશેડોને સાફ કરો છો તો આંખની આસપાસની સ્કીનને નુકસાન પણ થતું નથી. 

- રાત્રે ઓલિવ ઓઈલ અપ્લાય કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાને દૂર કરવામાં પણ મદદ મળે છે 

કેવી રીતે એપ્લાય કરવું ઓલિવ ઓઈલ ? 

સૌથી પહેલા ચહેરાને બરાબર રીતે ધોઈ અને સાફ કરી લો ત્યાર પછી હથેળીમાં બે કે ત્રણ ટીપા ઓલિવ ઓઇલના લઈને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો ત્યાર પછી 10 મિનિટ હળવા હાથે મસાજ કરી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો. 

જે લોકોની ત્વચા ઓઇલી હોય તેમણે અઠવાડિયામાં બે કે ત્રણ જ વખત ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જે લોકોની ત્વચા ડ્રાય હોય તેઓ રોજ રાત્રે ઓલિવ ઓઇલ અપ્લાય કરી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news