કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું સંકટ, બિસ્તરા પોટલા લઈને બીજા દેશમાં જવા નીકળ્યા

Study in Canada:  કેનેડામાં ટ્રુડો સરકારના એક નિર્ણયથી પોતાના દેશને જ નુકસાન પહોંચ્યું છે. અર્થવ્યવસ્થા નીચે પડી ભાંગી રહી છે, કેનેડાાં ભણતા ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓ દેશ છોડીને જઈ રહ્યાછે, જો આ જ સ્થિતિ રહી તો કેનેડાની કોલેજો કંગાળ થઈ જશે 

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું સંકટ, બિસ્તરા પોટલા લઈને બીજા દેશમાં જવા નીકળ્યા

Canada Study Visa Controversy: ભારતમાં દરેક વિદ્યાર્થીનું સપનુ હોય છે કે તે વિદેશમાં જઈને અભ્યાસ કરે. જેમાં કેનેડા જનારો વર્ગ મોટો છે. પરંતું હવે ભારતીય સહિત અનેક વિદેશી વિદ્યાર્થીઓનો કેનેડાથી મોહભંગ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી જસ્ટિસ ટ્રુડો સરકાર તરફથી જ્યારે સ્ટડી પરમિટ જાહેર કરવા પર લિમિટ લગાવાઈ હતી, ત્યારથી જ વિદ્યાર્થીઓ કેનેડા છોડીને બીજા દેશોમા એડમિશન લઈ રહ્યાં છે. આ કારણે કેનેડાના હજારો લોકોનો કરોડો ડોલર રૂપિયાનું નુકસાન પણ થઈ રહ્યુ છે. 

સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ
જસ્ટિન ટ્રુડોની સરકારે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે, તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી રહ્યાં છે. કેનેડાએ સ્ટુડન્ટ વિઝા (Canada Student Visa) પર હેવ 50 ટકાનો કાપ મૂક્યો છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને બહુ મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, કેનેડામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીયો છે. પરંતુ નુકસાન કેનેડાની કોલેજ અને યુનિવર્સિટીઝને થઈ રહ્યું છે. 

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને જોતા કેનેડાએ જાન્યુઆરીમાં આંતરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટ આવેદનો પર બે વર્ષની સીમા લાગુ કરી દેવાઈ હતી. જેના બાદ વિદ્યાર્થીઓનું આવવાનું ઓછું થઈ ગયું છે. ApplyBoard દ્વારા કરવામા આવેલા રિસર્ચે જે આંકડા જાહેર કર્યા છે, તે બહુ જ નિરાશાજનક છે. ApplyBoard એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જે વિદેશી અભ્યાસની સુવિધા પૂરી પાડે છે. તેના અનુસાર, 2024 ના પહેલા છમાસિક (જાન્યુઆરીથી જુન) માં, કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે 55,500 પોસ્ટ - સેકન્ડરી અભ્યાસ પરમિટ સ્વીકાર કર્યા, જે દેશના આવનારા આંતરરાષ્ટ્રીય પોસ્ટ-સેકન્ડરી વિદ્યાર્થીઓનું 49 ટકા છે. 

 

કેનેડામાં રોટલો ને ઓટલો નથી મળી રહ્યો, MBA દીકરી કોઈ રેસ્ટોરન્ટમાં કચરા-પોતા કરે છે

વર્ષ 2024 ના પ્રથમ છમાસિક ગાળામાં સબમિટ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, સ્ટુડન્ટ વિઝાની અરજીઓની ઓછી સંખ્યા કેનેડામાં શિક્ષણને અનુસરવામાં તેમની રુચિમાં સતત ઘટાડો દર્શાવે છે. આનો અર્થ એ થયો કે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસનો દર 2023ની સરખામણીમાં લગભગ 20% ઘટ્યો છે.

કેનેડાને શું નુકસાન થશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ટ્યુશન ફી, રહેઠાણ અને ભોજન અને અન્ય વસ્તુઓ પર કુલ 37.3 બિલિયન કેનેડિયન ડોલર (લગભગ રૂ. 2.4 લાખ કરોડ) ખર્ચે છે. આ આંકડો વર્ષ 2022નો છે. એટલું જ નહીં પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ રેસ્ટોરાંમાં કામ કરવા અને દેશમાં ડિલિવરી જેવી નાની નોકરીઓમાં પણ યોગદાન આપે છે. જો કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો તેની સીધી અસર તેની અર્થવ્યવસ્થા પર પડશે. જો કેનેડા સરકારે નિર્ણય ન બદલ્યો તો, ગયા વર્ષની સરખામણીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા અડધી થઈ જશે. આવી સ્થિતિમાં કેનેડાને ઓછામાં ઓછું 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.

કેનેડામાં સૌથી વધુ ભારતીયો
કેનેડામાં 2021 સુધીમાં અંદાજે 1.86 મિલિયન ઈન્ડો-કેનેડિયનો સાથે ભારતીય મૂળનો સૌથી મોટો વિદેશી સમુદાય છે. ભારતીય ઇમિગ્રન્ટ્સ કેનેડાની વસ્તીના 2.4% છે, જે ચીન અને ફિલિપાઇન્સ કરતાં વધુ છે. કેનેડા પણ ભારતીય ટેકનિકલ પ્રતિભાઓને દેશમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2023 માં, કેનેડાએ યુનાઇટેડ સ્ટેટ્સના H1-B વિઝા ધારકોને ઓપન વર્ક પરમિટ ઓફર કરી, અને પ્રોગ્રામે એટલી બધી અરજીઓ આકર્ષિત કરી કે તે 48 કલાકથી ઓછા સમયમાં 10,000ની મર્યાદા સુધી પહોંચી ગઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news