ગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદ

Ambalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. ડિસેમ્બરમાં એવા વાદળો ઘેરાશે કે અડધા ગુજરાતમાં અંધારપટ છવાઈ જશે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 25 તારીખથી ત્રણ દિવસ માવઠું થશે, તો અંબાલાલ પટેલે કહ્યું- 27 અને 28 તારીખે ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ 

પરેશ ગોસ્વામીની આગાહી 

1/4
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતા છે, જેની અસરથી વરસાદ પડવાની શક્યતા છે. તેમાં પણ ડિસેમ્બરનું છેલ્લે સેશન ચાલુ રહ્યું છે. આજે 21 ડિસમ્બરથી સેશન છે. 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે, તેમાં રાજ્યના અનેક વિસ્તારોના હવામાનમાં પલટો આવશે, અને અનેક જગ્યાઓએ વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને 25 થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા વધારે છે. તેમણે આગળ કહ્યું કે, આ પલટાનું મુખ્ય કારણ હાલ ઉત્તર ભારત તરફથી ઉદભવેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દક્ષિણ ભારત પર હાલ ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ ઉપરાંત એક મજબૂત વરસાદી સિસ્ટમ ઉદભવી છે. આ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પર માવઠાના વરસાદની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છાવાનું ચાલુ થઈ જશે. વાદળોથી ગુજરાત ઘેરાઈ જશે. ધીરે ધીરે વાદળો ઘેરાતા જશે એટલે તેના કારણે 25, 26 અને 27 ડિસેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનો વરસાદ આવશે. 

ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ આવશે 

2/4
image

માવઠાના વરસાદની સૌથી વધુ તીવ્રતા રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જિલ્લામાં જોવા મળશે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ આવશે. ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં માવઠાના વરસાદની શક્યતા છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ગોધરામાં પણ ભારે વરાસદ આવશે. ગાંધીનગર અને અમદાવાદમાં ભારે ઝાપટા પડે તેવી શક્યતા નથી. પરંતુ છુટાછવાયો વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારી આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર આખું ભારે વાદળોથી ઘેરાયેલું રહેશે, પરંતુ અહી કોઈ ભારે વરસાદની શક્યતા નથી. કચ્છના છુટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા પડે તેવી શક્યતા દેખાઈ રહેલી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓામં વાદળછાયુ વાતાવરણ રહેશે. પરંતુ બોટાદ અને ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં હળવા અને સામાન્ય વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં માવઠાની શક્યતા ઓછી છે. અહી છુટોછવાયો વરસાદ અપવાદરૂપ રહેશે. આમ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બોર્ડરવાળા વિસ્તારોને તેની અસર વધુ થશે. 

અંબાલાલ પટેલની આગાહી 

3/4
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ હવે ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં પવનનું જોર રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો થશે. ૨૭-૨૮ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. જેને કારણે દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદ આવશે, તો કેટલાક ભાગોમાં કરા પડી શકે છે. ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ૧૦ એમએમ જેટલો વરસાદ થવાની શક્યતા છે. જોકે, 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તાપમાન 15 થી 16 ડિગ્રી થઈ શકે છે. કચ્છમાં ઠંડી ઘટી 18 ડિગ્રી થઈ શકે છે. 

હવામાન વિભાગની આગાહી

4/4
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી કરી છે. રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ આવશે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. તો  દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી છે.