Viral Video: ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા બાદનો દર્દનાક નજારો, જોઈને રૂવાડાં ઉભા થઇ જશે

આઇટીબીપી, NDRF અને SDRG ની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્રારમાં એલર્ટ છે. ITBP એ તપોવન ડેમની પાસે ટનલમાં ફસાયા 16 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. 

Viral Video: ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા બાદનો દર્દનાક નજારો, જોઈને રૂવાડાં ઉભા થઇ જશે

ઉત્તરાખંડ: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી જિલ્લા ગ્લેશિયર ફાટતાં મોતી તબાહી મચી ગઇ છે. ચમોલી જિલ્લા જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પૂર આવી ગયું. પાણી ઝડપથી આગળ વધી રહ્યું છે. આસપાસના વિસ્તારમાં પાણી ફેલાવવાની આશંકા છે, જોકે આસપાસના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. 

આઇટીબીપી, NDRF અને SDRG ની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્રારમાં એલર્ટ છે. ઉત્તરાખંડના CM ત્રિવેંદ્ર સિંહ રાવતે ઘટનાસ્થળ પર પહોંચવાની સ્થિતિની જાણકારી લીધી છે. ITBP એ તપોવન ડેમની પાસે ટનલમાં ફસાયા 16 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. 

જુઓ દર્દનાક નજારો

Rescue operation underway.

(Video Source: ITBP) pic.twitter.com/RO91YhIdyo

— ANI (@ANI) February 7, 2021

ઉત્તરાખંડ ફ્લેશ ફ્લડમાં બચાવ કાર્ય ચાલુ છે. એજન્સીઓના સૂત્રોના અનુસાર ઉત્તરાખંડ ત્રાસદીમાં પાણીના તેજ પ્રવાહની અસર હાલ હજુ સુધી ફક્ત શ્રીનગર સુધી જ જોઇ શકાય છે. મેદાન વિસ્તારો જેમકે ઋષિકેશ અને હરિદ્રારમાં હાલ તેના અસરની કોઇ સંભાવના નથી. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં થોડીવારમાં નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટીની બેઠક થશે જેના લીધે પ્રેંજેટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં આ બેઠક થશે જેમાં ગૃહ સચિવ અને કેંદ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news