ઉતરાખંડ: ભાજપ નેતાએ તોડી આચાર સંહિતા, મતદાનની તસ્વીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી

લોકસભા ચૂંટણી 2019નાં પહેલા તબક્કામાં ઉતરાખંડની 5 સીટો પર મતદાન થયું, જેમાં ભાજપના ગણનાપાત્ર નેતાઓએ ભાંગરો વાટ્યો

ઉતરાખંડ: ભાજપ નેતાએ તોડી આચાર સંહિતા, મતદાનની તસ્વીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી

હરિદ્વાર : ઉતરાખંડના પાંચ લોકસભા સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાતાઓની લાંબી લાઇનો લાગી રહી છે. સમગ્ર પ્રદેશમાં મતદાતાઓ ભારે મતદાન કરવા પહોંચી રહ્યા છે. જો કે હરિદ્વારમાં ભાજપ નેતા આચાર સંહિતાનુ ઉલ્લંઘન પણ કર્યું. અહી પાર્ટી કાર્યકર્તા, પદાધિકારી જ નહી પરંતુ ચૂંટણીમાં ભાજપના મેયર ઉમેદવાર રહેલા અન્નૂ કકડે પણ આદર્શ આચાર સંહિતાનુ ઉલ્લંઘન કર્યું હતું. 

ભાજપનાં આ નેતાઓએ આદર્શ આચાર સંહિતા તોડતા સોશિયલ મીડિયા પર વીવીપેટ અને ઇવીએમની તસ્વીર શેર કરી દીધી હતી. ડીએમ દીપક રાવતે આ મુદ્દે સંજ્ઞાન લેતા આ મુદ્દે તમામ નેતાઓની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટેનાં આદેશ આપ્યા છે. 

સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં મેયરના ઉમેદવાર રહેલા અન્નૂ કકડે  પાર્ટીની ફજેતી કરાવી
હરિદ્વાર સીટ પર જે રીતે સવારે મતદાન પ્રક્રિયા ચાલુ થઇ તો ભાજપ કાર્યકર્તાઓએ વોટિંગ ગુપ્તતાનો ભંગ કરી દીધો. પાર્ટીનાં જિલ્લા મહામંત્રી વિકાસ તિવારીએ ઇવીએમની મશીન પર કમળનાં ફુલનું બટન દબાવતા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભાજપનાં કાર્યકર્તાઓએ પણ પોતાની તસ્વીરો સાથે વીવીપેટ અને ઇવીએમની તસ્વીરો શેર કરી હતી. 

સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર અનીત શર્મા સામે 3 હજારથી વધારે મતથી હારેલ ભાજપ ઉમેદવાર અન્નુ કકડે પણ આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. વીવીપેટની તસ્વીર સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. ડીએમ દીપક રાવતે આ સમગ્ર મુદ્દે સંજ્ઞાન લેતા તમામ લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટેનાં આદેશ આપ્યા છે. ઉપરાંત આ પ્રકારની પ્રવૃતી નહી કરવા માટે પણ અન્ય લોકોને ભલામણ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news