NEET પેપર લીક, નેમપ્લેટ વિવાદ, બિહાર માટે સ્પેશિયલ સ્ટેટસ.. બજેટ પહેલા સર્વદળીય બેઠકમાં આ મુદ્દે થયું મંથન
જયરામ રમેશે એક પોસ્ટમાં જણાવ્યું- સર્વદળીય બેઠકમાં બીજેડી નેતાએ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને યાદ અપાવ્યું કે ઓડિશામાં 2014માં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્રમાં રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ચોમાસું સત્ર અને બજેટ પહેલાં સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક મળી... જેમાં વિપક્ષની સાથે સાથે NDAના સાથી પક્ષોએ પણ સરકારની મુશ્કેલી વધારી.... કેમ કે જેડીયુએ બિહાર માટે તો YSRCPએ આંધ્ર પ્રદેશ માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી... વિપક્ષે આ બેઠકમાં કયો મુદ્દો ઉઠાવ્યો?... ચોમાસા સત્રમાં કયા મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરશે?... જોઈશું આ રિપોર્ટમાં..
સોમવારથી સંસદમાં ચોમાસું સત્રની શરૂઆત થશે... તે પહેલાં પરંપરા પ્રમાણે 16 જુલાઈએ હલવા સિરેમની યોજાઈ... ત્યારબાદ રવિવારે તમામ પક્ષના નેતાઓ સાથે સરકારની સર્વપક્ષીય બેઠક મળી... અને 23 જુલાઈએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થશે.
મોદી સરકારે બજેટમાં વિપક્ષનો સાથ મળે તે માટે સર્વપક્ષીય બેઠક બોલાવી... જેમાં વિપક્ષના મોટાભાગના તમામ નેતાઓ સામેલ થયા... બેઠકમાં અનેકવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને બજેટ સત્રને સારી રીતે ચલાવવા માટે સરકારે વિપક્ષને અપીલ કરી...
સર્વપક્ષીય દળની બેઠકમાં વિપક્ષનો હલ્લાબોલ જોવા મળ્યો હતો... જેમાં વિપક્ષની સાથે સાથે સરકારમાં સામેલ પાર્ટીઓએ પણ અનેકવિધ મુદ્દા પર પોતાનો મત રજૂ કર્યો હતો... જેમાં...
સમાજવાદી પાર્ટી અન આમ આદમી પાર્ટીએ કાંવડ યાત્રા સાથે જોડાયેલ વિવાદને સંપૂર્ણ ખોટો ગણાવ્યો...
એનસીપીએ માગણી કરી કે કાંવડ યાત્રા સાથે જોડાયેલ આદેશ પાછો લેવામાં આવે...
JDU, LJP અને RJDએ માગણી કરી કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે....
કોંગ્રેસ અને અન્ય પક્ષોએ માગણી કરી કે મણિપુર હિંસા પર સંસદમાં ચર્ચા કરવામાં આવે...
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળે તેવી માગ કરી....
બીજેડીએ માગણી કરી કે ઓડિશાને વિશેષ રાજ્યનો દરજ્જો મળે....
તો YSRCPએ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જાની માગણી કરી...
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે જે 12 ઓગસ્ટ સુધી ચાલશે... લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ બજેટ છે.... જેમાં અનેકવિધ મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરશે તે નક્કી છે...
ચોમાસુ સત્રમાં 5 મુદ્દા એવા છે જેના પર હોબાળો થશે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે... જેમાં...
નંબર-1
NEET-UG પેપર લીક...
નંબર-2
અગ્નિવીર....
નંબર-3
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલો...
નંબર-4
મણિપુરમાં હિંસા....
નંબર-5
ટ્રેન અકસ્માત....
સંસદની કાર્યવાહીની એક મિનિટ પાછળ લગભગ અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે આ રકમ પ્રતિ કલાક 1.5 કરોડ રૂપિયા છે.... ત્યારે આશા રાખીએ કે ચોમાસું સત્રમાં સારી રીતે કામગીરી થાય અને પ્રજાના પ્રશ્નોનું સમાધાન થાય તે દિશામાં કામ થાય...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે