ખેડૂતો પર લાઠીચાર્જ કરી BJP દ્વારા કરાઇ ગાંધી જયંતીની ઉજવણી: રાહુલ ગાંધી

ખેડૂતોને દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર મંગળવારે અટકાવવામાં આવ્યા. પોલીસે તેમને વિખેરવા માટે પાણીનો મારો ચલાવ્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

ખેડૂતો પર લાઠીચાર્જ કરી BJP દ્વારા કરાઇ ગાંધી જયંતીની ઉજવણી: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ખેડૂત ક્રાંતિ યાત્રા’ને અટકાવવા માટે ખેડુતો પર કથિર રીતે બળ પર્યોગ કરવાને લઇને મંગળવારે નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધ્યું અને કટાક્ષ કરતા કહ્યું કે ‘ખેડૂતોને મારમાર્યા’ની સાથે ભાજપે તેમના ગાંધી જયંતી સમારંભની શરૂઆત કરી છે. ગાંધીએ ટ્વિટ કર્યું, ‘‘વર્લ્ડ અહિંસા દિવસ પર BJP ના બે વર્ષીય ગાંધી જયંતી સમારંભ શાંતિપૂર્વક દિલ્હી આવી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જથી શરૂઆત કરી છે.’’ તેમણે કહ્યું કે, ‘‘હેવ ખેડૂત દેશની રાજધાની આવીને પોતાનું દુ:ખ પણ વ્યક્ત કરી શકતો નથી! ઋણ માફી અને ઇધણના ભાવમાં ઘટાડા સહિત પોતાની અન્ય માંગોને લઇ દિલ્હી આવી રહેલા ખેડૂતોને દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર મંગળવારે અટકાવવામાં આવ્યા. પોલીસે તેમને વિખેરવા માટે પાણીનો મારો ચલાવ્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.’’

આ સાથે જ હરિદ્વારથી દિલ્હી માટે નીકળેલી ખેડૂત ક્રાંતિ યાત્રાને અટકાવા માટે રાષ્ટ્રીય રાજધાનીની બોર્ડર પર કથિત રીતે બળ પ્રયોગ કરવાને લઇને કોંગ્રેસે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ‘દિલ્હી સલ્તનતના બાદશાહ’ની જેમ વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો અને સવાલ પૂછ્યો હતો કે, જ્યારે થોડા ઉદ્યોગપતિઓના ‘ચાર લાખ કરોડ રૂપિયા માફ કરવમાં આવી શકે છે તો દેશના અન્નદાતાઓનું દેવું માફ કેમ થઇ શકે નહીં.’

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને કહ્યું, ‘‘મોદી જી, સેકડોં કિલોમીટરની પદયાત્રા કરી મોટી સંખ્યામાં ખેડૂતો તેમના માંગને લઇની તમારા દરવાજે આવ્યા હતા. જો મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કર્યા હતો તો ખેડૂતોને ક્રરતાપૂર્વક લાકડીઓ નહીં, તેમની માંગની સ્વિકારી હોત. તે સમય દુર નથી જ્યારે સમગ્ર દેશ ‘ખેડૂતો વિરોધી- નરેન્દ્ર મોદી’ના નારા સંભળાશે.’’

તેમણે કહ્યુ હતું કે, ‘‘શું ભારતના ખેડૂતો દિલ્હી આવી પોતીની દર્દ જણાવી શકે નહીં? શું ખેડૂત પ્રધાનમંત્રીને પૂછી ન શકે કે એમએસપી પર તમે આપેલા વચનો ખોટા સાબિત કેમ થયા?’’ સુરજેવાલે કહ્યું, ‘‘પ્રધાનમંત્રી જી, તમે એક તાનાશાહ અને દિલ્હી સલ્તનતના બાદશાની જેમ વ્યવહાર કરી રહ્યાં છો. જે બાદશાહ ખેડૂતોનું દર્દ સાંભળી શકતા નથી, તેને પદ પર એક દિવસ પર બેસી રહેવાનો અધિકાર નથી.’’

વધુમાં તેમણે કહ્યું, ‘‘જો મોદી સરકાર ચાર વર્ષમાં 3.16 લાખ કરોડ રૂપિયા વહેંચી શકે છે તો દેશના 62 કરોડ લોકોનું બે લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કેમ કરી શકતી નથી?’’
(ઇનપુટ: એજન્સી ભાષાથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news