OMG! આદિવાસી પરિવારને મળેલા 240 સોનાના સિક્કા 4 પોલીસકર્મીએ પડાવી લીધા, નીકળ્યું ગુજરાત કનેક્શન

Madhya Pradesh News: મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક આદિવાસી પરિવારની સાથે મારપીટ કરીને તેમના ઘરમાંથી 240 સોનાના સિક્કા ચોરી કરવાના આરોપમાં ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. આ જાણકારી એક પોલીસકર્મીએ રવિવારે આપી હતી.

OMG! આદિવાસી પરિવારને મળેલા 240 સોનાના સિક્કા 4 પોલીસકર્મીએ પડાવી લીધા, નીકળ્યું ગુજરાત કનેક્શન

Madhya Pradesh News: મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક આદિવાસી પરિવારની સાથે મારપીટ કરીને તેમના ઘરમાંથી 240 સોનાના સિક્કા ચોરી કરવાના આરોપમાં ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. આ જાણકારી એક પોલીસકર્મીએ રવિવારે આપી હતી. અલીરાજપુર જિલ્લાના પોલીસ અધીક્ષક હંસરાજ સિંહે જણાવ્યું કે આ કેસમાં ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં સોંડવા પોલીસ મથકના પ્રભારી અને 3 કોન્સ્ટેબલ સામેલ છે. 

જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે આ આદિવાસી પરિવારની પાસે સોનાના સિક્કા ક્યાંથી આવ્યા તો સિંહે કહ્યું કે ફરિયાદકર્તાના દાવા મુજબ તેમને ગુજરાતમાં મજૂરીકામ દરમિયાન ખોદકામ વખતે આ સિક્કા મળ્યા હતા અને તેમણે ત્યાંથી પાછા ફરતી વખતે પોતાના ઘરના કેટલાક સ્થળો પર જમીનમાં આ સિક્કા છૂપાવી દીધા હતા. તેમણે  કહ્યું કે આ કેસમાં ચારિય પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. એફઆઈઆર મુજબ ફક્ત એક કોન્સ્ટેબલ નામજોગ આરોપી છે અને બાકીના 3 અજાણ્યા પોલીસકર્મી છે. 

સિંહે જણાવ્યું કે 20 જુલાઈની સાંજે બેજડા ગામના રહીશ શંભુ સિંહ (52)એ ફરિયાદ નોંધાવી હતી કે 19 જુલાઈની સવારે 11 વાગે સોંડવા પોલીસ મથકના ચાર પોલીસકર્મી તેમના ઘરે આવ્યા અને ઘર રહેલી તેમની પત્ની રમકુબાઈ (51) ને મારપીટ કરીને ઘરની અંદર રાખવામાં આવેલા 240 સોનાના સિક્કા લઈને જતા રહ્યા હતા. બેજદા ગામ જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિમી દૂર છે. 

પોલીસ અધિક્ષકે કહ્યું કે 21 જુલાઈના રોજ દાખલ કરાયેલી ફરિયાદમાં પરિવારે પોતાના આખા નિવેદનમાં પોલીસ નિરીક્ષક સહિત 3 અન્ય પોલીસકર્મીઓનું નામ લીધુ. સિંહે કહ્યું કે 20 જુલાઈના રોજ તેમણે પોતાની ફરિયાદમાં ફક્ત એક કોન્સ્ટેબલનું નામ લીધુ જેના પર એફઆઈઆર દાખલ કરાઈ. 

તેમણે કહ્યું કે ફરિયાદ મળ્યા બાદ અલીરાજપુર, અનુવિભાગીય અધિકારી પોલીસ (એસડીઓપી) શ્રદ્ધા સોનકર દ્વારા તેની પ્રાથમિક તપાસ કરાવવામાં આવી જેમાં તેની પુષ્ટિ થઈ. ત્યારબાદ આ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા અને સોંડવા પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ થઈ. 

અલીરાજપુરના પૂર્વ ધારાસભ્ય નાગર સિંહ ચૌહાણ રવિવારે બે કલાક સુધી સોંડવા પોલીસ મથકને ઘેર્યું અને માંગણી કરી કે ચારેય પોલીસકર્મીઓ પર ચોરીની જગ્યાએ લૂંટનો મામલો દાખલ કરવામાં આવી અને તેમની પાસેથી સોનાના સિક્કા જપ્ત કરવામાં આવે. ભાજપના વિરોધ પ્રદર્શન વિશે પૂછવામાં આવતા પોલીસ અધિક્ષક સિંહે  કહ્યું કે ધરપકડો પુરાવાના આધારે કરાય છે જે ભેગા કરવામાં આવી રહ્યા છે. 

સોનાના સિક્કાના વજન વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ફરિયાદકર્તા એક સિક્કો લાવ્યો હતો અને તે સિક્કાનું વજન 7.98 ગ્રામ હતું. આ સોનું 90 ટકા શુદ્ધ હતું અને 1922ના બ્રિટિશ યુગનો પ્રાચીન સિક્કો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news