નૂતન વર્ષાભિનંદન: PM નરેન્દ્ર મોદી અને CM વિજય રૂપાણીએ પાઠવી શુભકામનાઓ

આજથી ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત થઈ છે. નવા વર્ષને લોકો ઉત્સાહભેર વધાવી રહ્યાં છે. મંદિરોમાં પણ લોકો ભગવાનના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. 

નૂતન વર્ષાભિનંદન: PM નરેન્દ્ર મોદી અને CM વિજય રૂપાણીએ પાઠવી શુભકામનાઓ

અમદાવાદ: આજથી ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત થઈ છે. નવા વર્ષને લોકો ઉત્સાહભેર વધાવી રહ્યાં છે. મંદિરોમાં પણ લોકો ભગવાનના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. 

— Narendra Modi (@narendramodi) November 16, 2020

પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભકામના
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભકામનાઓ. આમ સર્વેને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય તેવી મારી અંતરની મનોકામનાઓ. આવો સૌ મળીને સંકલ્પ કરીએ, નૂતનવર્ષ નવ પ્રયાણ, નવ પ્રયાસ, નવભારતના નવ નિર્માણનું હોય...સાલમુબારક...

નૂતન વર્ષાભિનંદન !

— Vijay Rupani (@vijayrupanibjp) November 16, 2020

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પાઠવી શુભકામના
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે 'આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ...  સાલમુબારક
નૂતન વર્ષાભિનંદન !'

આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...!

નૂતન વર્ષાભિનંદન ! pic.twitter.com/EOqFDelob3

— Amit Shah (@AmitShah) November 16, 2020

અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું નૂતન વર્ષાભિનંદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. તેમણે લખ્યું કે, 'સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ; આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...! નૂતન વર્ષાભિનંદન !

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news