આખી દુનિયામાં ઉથલપાથલ મચાવનારા Coronavirus પર થયો ગજબનો ખુલાસો

દુનિયાભરમાં કોરોના વાયરસ (Corona Virus) ની કુલ માત્રા એક ચમચી જેટલી છે. કોરોના વાયરસ માઈક્રોસ્કોપ આકારના છે અને હવે દુનિયાભરમાં 5.3 કરોડ કેસ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં તેની માત્રાની વાત કરીએ તો કુલ માત્રા 8 મિલીલીટર છે. આ આંકડા ટેલિવિઝન હસ્તી અને ગણિતજ્ઞ મેટ પાર્કરે આપ્યા છે. તેમણે અનેક વાતોને ધ્યાનમાં રાખીને આ તારણ કાઢ્યું છે. તેમનું કહેવું છે કે જો વાયરસની માત્રા ઘણી વધુ હશે તો પણ એક શોટ ગ્લાસ જેટલી જ હશે. 

આખી દુનિયામાં ઉથલપાથલ મચાવનારા Coronavirus પર થયો ગજબનો ખુલાસો

કેનબેરા: દુનિયાભરમાં કોરોના વાયરસ (Corona Virus) ની કુલ માત્રા એક ચમચી જેટલી છે. કોરોના વાયરસ માઈક્રોસ્કોપ આકારના છે અને હવે દુનિયાભરમાં 5.3 કરોડ કેસ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં તેની માત્રાની વાત કરીએ તો કુલ માત્રા 8 મિલીલીટર છે. આ આંકડા ટેલિવિઝન હસ્તી અને ગણિતજ્ઞ મેટ પાર્કરે આપ્યા છે. તેમણે અનેક વાતોને ધ્યાનમાં રાખીને આ તારણ કાઢ્યું છે. તેમનું કહેવું છે કે જો વાયરસની માત્રા ઘણી વધુ હશે તો પણ એક શોટ ગ્લાસ જેટલી જ હશે. 

કેવી રીતે કરાયું આકલન
પાર્કરનું કહેવું છે કે કોવિડ-19 સામાન્ય મનુષ્ય સેલની સરખામણીમાં લાખો ગણો નાનો છે. પાર્કરે દરેક પીડિતમાં જેટલા cellsને વાયરસે ઈન્ફેક્ટ  કર્યા, તેના આધારે ગણતરી શરૂ કરી. આ માટે તેમમે સ્વાબ અને રિસર્ચમાં મળી આવેલા વાયરલ લોડની મદદ લીધી. દરરોજ દુનિયાભરમાં 3 લાખ નવા કેસોની ગણતરી 14 દિવ સુધી રહેલા ઈન્ફેક્શન સાથે કરવામાં આવી. 

આ ગણતરી (multiply) કરવામાં આવતા જાણવા મળ્યું કે 3.3 અબજ વાયરલ સેલ વસ્તીમાં હાજર છે. તેના આકારના આધારે તેમણે જણાવ્યું કે તેઓ ખુબ ઓછી જગ્યા રોકે છે. પાર્કરનું કહેવું છે કે વાયરસનો હકીકતમાં ફક્ત એક કોડ હોય છે જે માણસના શરીરમાં ગડબડી પેદા કર્યા કરે છે. 

આખી દુનિયામાં મચેલો છે હાહાકાર
કોરોના વાયરસે અત્યાર સુધી દુનિયામાં 13 લાખથી વધુ લોકોના ભોગ લીધા છે. લગભગ એક વર્ષ પહેલા ચીનના હુબેઈ પ્રાંતથી શરૂ થયેલા આ ઈન્ફેક્શને આજે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે. આ બાજુ 150થી વધુ રસીઓ અને દવાઓ પર કામ ચાલુ છે પરંતુ જનતાને તો આગામી વર્ષે જ મળે તેવી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news