PM મોદી ટ્વિટર પર બીજા સૌથી પ્રભાવશાળી વ્યક્તિ, પહેલા નંબર પર કોણ છે તે જાણો
ટ્વિટર પર 50 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની સૂચિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બીજા નંબરે છે.
Trending Photos
લંડન: ટ્વિટર પર 50 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની સૂચિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બીજા નંબરે છે. પહેલા સ્થાન પર અમેરિકી સિંગર ટેલર સ્વિફ્ટ (Taylor Swift) છે. કન્ઝ્યૂમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાન્ડવોચે વાર્ષિક રિસર્ચના આધારે આ યાદી તૈયાર કરી છે. જેમાં પીએમ મોદીને ટ્વિટર પર બીજા સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે રજુ કરાયા છે. એટલે કે ટ્વિટર પર તેમની આગળ વૈશ્વિક સ્તરે પણ કોઈ નેતા ટકી શક્યા નથી.
સચિન તેંડુલકરનું નામ પણ સામેલ
આ યાદીમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે યાદીમાં સચિને અમેરિકી એક્ટર ડ્વેન જ્હોનસન, લિયોનાર્ડો ડિક્રેપ્રિયો અને અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા સહિત અનેક હસ્તિઓને પાછળ છોડ્યા છે. કંપનીએ કહ્યું કે સચિન સતત નબળા વર્ગ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત તેમના સહયોગી બ્રાન્ડના પ્રાસંગિક પ્રભાવશાળી અભિયાનના પગલે તેમની ફેન ફોલોઈંગ પણ ખુબ વધી છે.
યુનિસેફ સાથે જોડાયા છે તેંડુલકર
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન, રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા સચિન એક દાયકા કરતા વધુ સમયથી યુનિસેફ સાથે જોડાયેલા છે અને તેમને 2013માં દક્ષિણ એશિયાના રાજદૂત તરીકે નિયુક્ત કરાયા હતા. સચિન તેંડુલકરે ગ્રામીણ અને શહેરી ભારત બનેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને ખેલ સંલગ્ન અનેક પહેલોનું સમર્થન કર્યું છે. ક્રિકેટની વાત કરીએ તો સચિને એવા અનેક રેકોર્ડ બનાવ્યા છે જેનું તૂટવું અશક્ય જ લાગી રહ્યું છે.
Priyanka ના પતિને પણ મળી જગ્યા
'બ્રાન્ડવોચ' ની આ યાદીમાં પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસ, નિકી મિનાઝ, બેયોન્સે, લુઈસ ટોમલિન્સન, બ્રુનો માર્સ, લિયામ પાયને અને તાકાફુમી હોરીને પણ સામેલ કરાયા છે. મળતી માહિતી મુજબ આ યાદીમાં 61 ટકા પુરુષો છે જ્યારે 39 ટકા મહિલાઓ છે. યાદીમાં 67 ટકા લોકો અમેરિકાથી જ્યારે 13 ટકા લોકો બ્રાઝિલથી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે