Mukesh Ambani Family Threat Call: અંબાણી પરિવારને મળી ધમકી, રિલાયન્સ હોસ્પિટલના નંબર પર આવ્યા 8 કોલ
Threat Call to Ambani Family: દેશની મૂલ્યવાન કંપનીઓમાંથીએક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પરિવારને ધમકી મળી છે. એન્ટીલિયા કેસ બાદ અંબાણી પરિવારને ફરીથી ધમકી મળી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના નંબર પર આ ધમકીવાળા કોલ આવ્યા છે. જેમાં કોલરે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આવા ધમકીવાળા કુલ 8 કોલ આવ્યા છે. પોલીસ આ કોલને વેરિફાય કરી રહી છે.
Trending Photos

કોલ આવ્યા બાદ હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે આ અગાઉ વર્ષ 2021માં એક કારમાં મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયાની બહાર 20 જિલેટિન સ્ટીક મળી આવી હતી. ગાડીની અંદરથી એક નોટ પણ મળી હતી જેમાં ધમકી અપાઈ હતી. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે "અમને હોસ્પિટલ તરફથી ફરિયાદ મળી છે અને અમે તેની પુષ્ટિ કરી રહ્યા છીએ. એવું લાગે છે કે કોલ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરાયા." રિલાયન્સ ફાઉઉન્ડેશન હોસ્પિટલના સીઈઓ ડો.તરંગ જ્ઞાનચંદાનીએ કહ્યું કે "અજાણ્યા વ્યક્તિએ 8 ધમકીભર્યા કોલ કર્યા જેમાં મુકેશ અંબાણીને ધમકી અપાઈ છે. અમે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે અને મામલાની તપાસ થઈ રહી છે."
Mumbai | The call was received at around 10:30 am at Reliance Foundation Hospital. One person has been detained in this case. We are investigating the matter: Neelotpal DCP, Zone 2 https://t.co/MzBq4sBN99 pic.twitter.com/gbRv6vbtJE
— ANI (@ANI) August 15, 2022
એક વ્યક્તિની અટકાયત
પોલીસે આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે. ઝોન 2ના ડીસીપી નીલોત્પલે વધુ વિગતો આપતા કહ્યું કે લગભગ 10.30 વાગે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કોલ આવ્યો હતો. એક વ્યક્તિની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે