Video: મુરાદાબાદમાં ભાજપ કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારીને માર માર્યો
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 10 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. સવારેથી જ મતદાન કેન્દ્ર પર લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. કેટલીક જગ્યાઓ પર છૂટાછવાયે હિંસા જોવા મળી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
Trending Photos
સંભલ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 10 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. સવારેથી જ મતદાન કેન્દ્ર પર લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. કેટલીક જગ્યાઓ પર છૂટાછવાયે હિંસા જોવા મળી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ સંભલ લોકસભામાં ઇન્સર્ટ મુરાદાબાદની બિલારી વિધાનસભાના બુથ નંબર 231 પર ભાજપ કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારીઓને માર માર્યો હતો.
જુઓ વીડિયો:-
#WATCH Moradabad: BJP workers beat an Election Official at booth number 231 alleging he was asking voters to press the 'cycle' symbol of Samajwadi party pic.twitter.com/FokdXCAJ1z
— ANI UP (@ANINewsUP) April 23, 2019
ભાજપના કાર્યકર્તાઓએ લગાવ્યો ગંભીર આરોપ
સંભલમાં ભાજપ કાર્યકર્તાઓએ આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે બૂથ સંખ્યા 231 પર એક મહિલા અધિકારી વોટ આપવા પહોંચી, તો ચૂંટણી અધિકારીએ પોતાની સાયકલનું બટન દબાવી વોટ આપ્યો. ત્યાર બાદ ભાજપ કાર્યકર્તાઓએ અધિકારીને બૂથથી બહાર કાઢી માર માર્યો હતો.
દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 14 રાજ્યોની 117 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓ સહિત ચર્ચિત ચહેરાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીના માતા હીરાબા, અમિત શાહ, વિજય રૂપાણી, જાણિતા ક્રિકેટર ચેતેશ્વર પુજારા, હાસ્ય કલાકાર સાંઇરામ દવે સહિતે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે અમે તમારા માટે ખાસ વિડીયો લઇને આવ્યા છીએ, (જુઓ વીડિયો)
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્રીજા તબક્કાની 117 સીટોમાં ભાજપનું લક્ષ્ય પોતાની 62 સીટોને બચાવવી પડશે. જ્યાં પાર્ટીએ 2014માં જીત પ્રાપ્ત કરી હતી. એટલા માટે આ તબક્કામાં ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. (વધુ વાંચો)
મતદાન બાદ પીએમ મોદીએ આપ્યું નિવેદન
રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યા બાદ પીએમ મોદીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ,'ત્રીજા તબક્કાનું મતદાન છે. મારું સૌભાગ્ય છે કે મને મારું કર્તવ્ય નિભાવવાની ગૌરવભરી પળ ગૃહરાજ્ય ગુજરાતમાં મત આપવાની તક મળી. જે રીતે કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્ર આનંદ આવે છે. તેજ રીતે લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને હું તેવી અનુભૂતિ કરું છું. દેશના તમામ નાગરિકો ભાઈઓ બહેનોને આગ્રહ કરીશ કે તેઓ લોકતંત્રના આ પર્વમાં જ્યાં પણ મતદાન બાકી છે ત્યાં પૂરેપૂરા ઉત્સાહ અને એક ઉત્સવ તરીકે મતદાન કરે. મતદાન કોને કરે કે કોને ન કરે... ભારતના મતદાતા સમજદાર છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું તેની વિશેષતા આખી દુનિયા માટે એક અભ્યાસનો વિષય છે. (વધુ વાંચો)
લોકસભા ચૂંટણી 2019: લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે