Monkeypox ની વેક્સીન નથી 100 ટકા અસરકારક? બિમારીને લઇને WHO એ કર્યા મોટા ખુલાસા

તેમણે આગળ કહ્યું કે વેક્સીન તેનો સંપૂર્ણ ઉપાય નથી. દરેક વ્યક્તિ પહેલાંથી જ મહેસૂસ કરી શકે છે કે તે જોખમમાં છે અને તેને ઓછું કરવા માટે વેક્સીન પર જ નિર્ભર ન રહી શકાય. તમામ લોકોને પહેલાંથી જ ધ્યાન રાખવાનું છે કે તે પોતાને આ વાયરસથી બચાવે અને સફાઇને લઇને પુરતું ધ્યાન રાખે. 

Monkeypox ની વેક્સીન નથી 100 ટકા અસરકારક? બિમારીને લઇને WHO એ કર્યા મોટા ખુલાસા

Monkeypox Vaccine :  WHO એ ટેકનિકલ હેડ રોસમંડ લેવિસ (Rosamund Lewis ) એ મંકીપોક્સની વેક્સીન  (Monkeypox Vaccine) ને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે મંકીપોક્સની વેક્સીન 100 ટકા પ્રભાવશાળી નથી. એવામાં હવે લોકોને સંક્રમણને પોતાના જોખમને ઓછું કરવું જોઇએ. 

તેમણે આ નિવેદન ત્યારે જાહેર કર્યું કે જ્યારે દુનિયાભરમાં 92 થી વધુ દેશોમાં મંકીપોક્સના 35,000 થી વધુ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ બિમારીથી 12 લોકોના મોત થયા છે. લુઇસે કહ્યું કે 
WHO મંકીપોક્સની સારવાર માટે આ રસી 100 ટકા અસરકારક હોવાની આશા વ્યક્ત કરી રહ્યું નથી. 

વેક્સીન નથી સંપૂર્ણપણે ઉપાય- WHO
તેમણે આગળ કહ્યું કે વેક્સીન તેનો સંપૂર્ણ ઉપાય નથી. દરેક વ્યક્તિ પહેલાંથી જ મહેસૂસ કરી શકે છે કે તે જોખમમાં છે અને તેને ઓછું કરવા માટે વેક્સીન પર જ નિર્ભર ન રહી શકાય. તમામ લોકોને પહેલાંથી જ ધ્યાન રાખવાનું છે કે તે પોતાને આ વાયરસથી બચાવે અને સફાઇને લઇને પુરતું ધ્યાન રાખે. 

યૂરોપ-અમેરકામાં વધુ આવી રહ્યા છે મંકીપોક્સના કેસ
તો બીજી તરફ WHO ના ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અદનોમ ઘેબિયસે કહ્યું કે ગત અઠવાડિયે લગભગ 7,500 કેસ સામે આવ્યા, જે ગત સપ્તાહની તુલનામાં 20 ટકા વધુ છે. યૂરોપ અને અમેરિકામાં સૌથી વધુ મંકીપોક્સના કેસ સામે આવી રહ્યા છે, જે પુરૂષની યૌન સંબંધ રાખે છે.  

આ લોકોને મંકીપોક્સનો વધુ ખતરો
મોટાભાગના લોકો સામાન્ય રીતે સારવારના થોડા અઠવાડિયામાં જ મંકીપોક્સથી સાજા થઇ જાય છે. તેના લક્ષણ શરૂમાં ફ્લૂ જેવા હોય છે. જેમ કે તાવ, ઠંડી લાગવી અને સોજાવાળી લિમ્ફ નોડ્સ. WHO ના અનુસાર આ વાયરસ નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને એવા વ્યક્તિઓમાં વધુ ગંભીર હોઇ શકે છે જેની ઇમ્યુનિટી ઓછી છે. 

મંકીપોક્સ વાયરસ (Monkeypox Virus) બ્રોકન સ્કિન, રેસ્પિરેટરી ટ્રેક, આંખ, નાક અને મોંઢુ અને શારીરિક તરલ પદાર્થોના માધ્યમથી તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. મંકીપોક્સ એક જૂનોટિક ડિઝીઝ છે. આ જાનવરોમાં ઉત્પન્ન થાય છે અને મધ્ય અને પશ્વિમ આફ્રિકાના આંતરિયાળ ભાગમાં વધુ જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news