મધ્ય પ્રદેશ: રાજપુરથી ભાજપના ઉમેદવાર દેવી સિંહ પટેલનું નિધન

ઉમા ભારતી સરકારમાં રાજ્ય મંત્રી અને 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા ભાપના વરિષ્ઠ નેતા દેવિ સિંહ પટેલનું રવિવાર રાત્રે તેમના ગૃહગ્રામમાં બાંદારકચ્છમાં હાર્ટ એટકથી નિધન થયું છે

મધ્ય પ્રદેશ: રાજપુરથી ભાજપના ઉમેદવાર દેવી સિંહ પટેલનું નિધન

બડવાની: ઉમા ભારતી સરકારમાં રાજ્ય મંત્રી અને 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા ભાપના વરિષ્ઠ નેતા દેવિ સિંહ પટેલનું રવિવાર રાત્રે તેમના ગૃહગ્રામમાં બાંદારકચ્છમાં હાર્ટ એટકથી નિધન થયું છે. 2013ના વિધાનસભા ચૂંટણીમાં બાલા બચ્ચનથી ચૂંટણી હાર્યા બાદ ભાજપાએ ફરી એકવાર દેવી સિંહ પટેલને ટીકિટ આપી વિશ્વાસ દેખાડ્યો હતો. પરંતુ ગઇકાલે અચાનક જ દેવી સિંહનું નિધન થઇ ગયું છે. દેવી સિંહના નિધન બાદ ભાજપે પણ શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક ભાજપ પણ દેવી સિંહના નિધન પછી વિચારમાં પડી ગઇ છે કે રાજપુરથી હવે ઉમેદવાર કોણ હશે.

4 વાર ધારાસભ્ય રહી ચુક્યા દેવી સિંહ પટેલ
તમને જણાવી દઇએ કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં દેવી સિંહને કોંગ્રેસ ઉમદવારથી બાલા બચ્ચનમાં મોટા મતોના અંતરથી હરાવ્યા હતા. પરંતુ આ પહેલા દેવી સિંહએ 2008માં રાજપુરમાં જીત હાંસલ કરી હતી. જણાવી દઇએ કે રાજપુર વિધાનસભા બેઠક 2008માં નવા સિંમાકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા દેવી સિંહ પટેલ 3 વાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. એવામાં 2013માં દેવી સિંહને ચૂંટણી હાર્યા બાદ ભાજપે ફરી એક વાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

— ANI (@ANI) November 5, 2018

કુલ 7 વાર લડ્યા છે વિધાનસભા ચૂંટણી
તમને જણાવી દઇએ કે દેવી સિંહ પટેલનો પાર્થિવ શરીર તેમન ગૃહ ગ્રામ બાંદારકચ્છ લાવવામાં આવ્યો હતો. જ્યાં 3 વાગે તેમના અંતિમ સંસકાર કરવામાં આવશે. દેવિ સિંહ પટેલ 1989માં કોંગ્રેસ ઉમેદવાર દૌલત સિંહ વાસક્લેને હરાવી પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા. તેમના જીવનકાળમાં દેવી સિંહ પટેલ કુલ 7 વખત ધારાસભ્ય ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાંથી 4 વખત તેઓને જીત મળી હતી. ઉલ્લેખનીય છે કે રાજપુર વિધાનસભા બઠકથી આ વખતે પણ કોંગ્રેસના બાલા બચ્ચને તેમનો ઉમેદવાર જાહેર કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news